Homeદે ઘુમા કેભારતના બંને ઓપનરોએ જે રેકોર્ડ બનાવ્યો એ કોઈ ઓપનર બનાવવાની ઈચ્છા પણ...

ભારતના બંને ઓપનરોએ જે રેકોર્ડ બનાવ્યો એ કોઈ ઓપનર બનાવવાની ઈચ્છા પણ ન રાખે

Team Chabuk-Sports Desk: અમદાવાદના મહાકાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભરચક ભીડની વચ્ચે રમાયેલી વિશ્વની બે ટોપ ક્રિકેટ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ મેચ ઈંગ્લેન્ડે સરળતાથી જીતી લીધી છે. ભારતના ટોપ ઓર્ડરના ધબડકા બાદ શ્રેયસ અય્યૈર સિવાય કોઈ ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન નહોતું કરી શક્યું. જેથી દર્શકો પણ નિરાશ થયા હતા.

મોટેરામાં શરૂ થયેલી પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝમાં ભારતે ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ માટે ભારતીય ટીમને આમંત્રણ પાઠવ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન ઓર્યન મોર્ગનનો આ નિર્ણય બીજી ઓવરથી જ સાચો સાબિત થવા લાગ્યો હતો. પહેલી ઓવર આદિલ રશીદના હાથે ફેંકાવ્યા પછી બીજી ઓવર મોર્ગને જોફ્રા આર્ચરને આપી હતી.

પ્રથમ ઓવરમાં માત્ર બે રન આવ્યા હતા. ભારતીય ટીમ દબાણમાં હતી. એવામાં લોકેશ રાહુલની વિકેટ પડી ગયા બાદ ભારતીય ટીમે ધડાધડ વિકેટો ગુમાવવાની શરૂઆત કરી દીધી. જોફ્રા આર્ચરનો પહેલો બોલ ડોટ ગયો. બીજા બોલમાં રાહુલે 141 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આવેલા બોલને ફટકારવાનો પ્રયત્ન કર્યો. અને બસ આ જ ભૂલ હતી. બેટ અને બોલનું યોગ્ય સમન્વય ન થતાં બોલ સીધો વિકેટમાં લાગ્યો અને લોકેશ રાહુલની વિકેટ પડી ગઈ. એ પછી ભારતીય ટીમની વિકેટો ધડાધડ પડવા લાગી હતી અને થોડીવારમાં હાફ ઈન્ડિયન ટીમ પવેલિયન પરત ફરી ગઈ હતી.

જોફ્રા આર્ચના બાકીના બોલમાં કેપ્ટન વિરાટ કોહલીએ ખાતુ ન ખોલાવ્યું. એ પછીની ઓવર રાશિદના હાથમાં હતી. પહેલા બોલમાં કોઈ રન ન આવ્યો. બીજા બોલ પર ધવને એક રન લઈ સ્ટ્રાકઈ કેપ્ટન વિરાટ કોહલીને આપી દીધી. કોહલીએ શોટ રમવાના પ્રયત્નમાં વિકેટ ફેંકી દીધી. ભારતીય ટીમની ત્રણ રનમાં બે વિકેટ પડી ગઈ હતી.

એ પછી ભારતીય ટીમનો ટેસ્ટનો હીરો ઋષભ પંત આવ્યો. તેણે આવતા વેત જ ચોગ્ગાથી મેચનો આરંભ કર્યો. આર્ચરની ઓવરમાં પાંચમી બોલમાં રિવર્સ સ્કૂપ કરી પંતે સિક્સ ફટકારી દીધી. ઓવરની છેલ્લી બોલમાં ફરી ચોગ્ગો ફટકારી દીધો. આ સાથે મોટેરામાં ઉપસ્થિત અને ચીચીયારીઓ પાડતા દર્શકોને પણ થયું કે ઋષભ પંત તરફથી એક મોટી ઈનિંગ જોવા મળશે.

એ પછી ઈંગ્લેન્ડે બોલિંગમાં પરિવર્તન લાવતા માર્ક વુડને બોલિંગ આપી. વુડે શરૂઆત જ 150ની ગતિથી બોલ ફેંકવાની કરી. પ્રથમ પાંચ બોલમાં ફક્ત બે રન આવ્યા.

ઓવરની છેલ્લી બોલ 148ની સ્પીડથી ફેંકવામાં આવી. ધવન તેને રમવા ગયો. બેટ અને બોલનો સંપર્ક ન થતા બોલ લેગ સ્ટમ્પ પર લાગ્યો અને બોલ્ડ. આ સાથે જ રાહુલ અને ધવનની જોડીએ એક નવો કિર્તીમાન ઘર આંગણે રચી દીધો. ટી ટ્વેન્ટીમાં ટીમના બેઉં ઓપનિંગ બેટ્સમેનો ભારતમાં જ કોઈ ટીમની સામે બોલ્ડ થયા હોય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments