Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક બાળકને મંદિરમાંથી પાણી પીવા બાબતે ઢોર માર મારવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે બાળકને પાણી પીવા પર માર મારવાનો આ વીડિયો આરોપીએ ખૂદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ગાઝિયાબાદ પોલીસે આ ઘટનામાં આરોપીની ધરપકડ કરી છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સામે આવ્યું છે કે બાળકને ઢોર માર મારનારો આ આરોપી હિંદુ એકતા સંઘ નામના સંગઠનનો સભ્ય છે.
ગાઝિયાબાદ પોલીસે ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી હતી કે વીડિયો વાઈરલ થયા બાદ અને પોલીસને ખબર પડતા જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ શ્રુંગી નંદન યાદવ છે. જે બિહારના ભાગલપુરનો રહેવાસી છે. પોલીસે જણાવ્યું કે આરોપીની વિરૂદ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે અને જે બાળકને માર મારવામાં આવ્યો તેની શોધખોળ ચાલી રહી છે.
उपरोक्त वीडियो का तत्काल संज्ञान लेकर टीम गठित कर मार पिटाई करने वाले व्यक्ति- श्रृंगी नंदन यादव पुत्र अश्वनी कुमार यादव निवासी गोपालपुर थाना संवारा भागलपुर बिहार को हिरासत में लिया गया एवं मुकदमा पंजीकरण/वैधानिक कार्रवाई संबंधी प्रक्रिया प्रचलित की गई pic.twitter.com/3gsWztgrzi
— GHAZIABAD POLICE (@ghaziabadpolice) March 13, 2021
વાઈરલ થયેલા આ વીડિયોમાં આરોપી નંદન યાદવ સૌ પ્રથમ બાળકને તેનું નામ પૂછે છે. બાળક તેનું નામ જણાવે છે એ પછી આરોપી તેને પૂછે છે કે મંદિરમાં શા માટે આવ્યો છે ? જેના પર બાળક જવાબ આપે છે કે હું પાણી પીવા માટે આવ્યો છું. જે પછી આરોપી એ બાળકને ઢોર માર મારે છે.
સોશિયલ મીડિયા પર પણ બાળકને પાણી પીવા પર રોકી માર મારવા મુદ્દે આરોપી પર લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે અને આ ઘટનાને કડક શબ્દોમાં વખોળી રહ્યા છે. હવે આ વ્યક્તિ પર એવો આરોપ પણ લાગ્યો છે કે તે આ પ્રકારના અસંખ્ય હિંસાત્મક વીડિયો પહેલા પણ સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યો છે.
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ટ્વીટ કરી કહ્યું કે, મંદિરમાં એક મુસ્લિમ છોકરાએ પાણી પીધું તો તેને ખરાબ રીતે માર માર્યો. આ કયા રામાયણ, ગીતા કે વેદનું જ્ઞાન છે ? આ કયું વસુધૈવ કુટુમ્બકમ છે ? આ સિવાય અસંખ્ય લોકોએ આ ઘટનાની કડક શબ્દોમાં આલોચના કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત