Homeગામનાં ચોરેવાહ ! સોશિયલ મીડિયા પર છવાઈ ગયા દાદી, 40 ફૂટ ઉંચેથી પાણીમાં...

વાહ ! સોશિયલ મીડિયા પર છવાઈ ગયા દાદી, 40 ફૂટ ઉંચેથી પાણીમાં ઉંધે માથે છલાંગ લગાવી

Team Chabuk-National Desk: સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલીક વખતે એવા વીડિયો આપણા મોબાઈલની સ્ક્રીન પર આવી જતા હોય છે જે જોઈને આપણે ચોકી જતા હોઈએ છીએ. હાલ સોશિયલ મીડિયા પર એક આવો જ ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં એક વૃદ્ધાના ડેરિંગને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. જોકે, જે પ્રકારનો વીડિયો છે તે પ્રમાણે તેમને વૃદ્ધા કહેવું પણ યોગ્ય નથી લાગી રહ્યું.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો લગભગ 50થી 60 વર્ષની ઉંમરની એક મહિલાનો છે. આ મહિલા સાડી પહેરીને તામ્રબરની નામની નદીના પુલ ઉપર પહોંચે છે અને લગભગ 40 ફૂટ ઊંચાઈએથી કૂદી જાય છે. એવું નથી કે તેમનો પગ લપસી જાય છે અને તેઓ પડી જાય છે. પરંતુ તેઓ ઉંચાઈએથી કૂંદકો લગાવી ન્હાવાની મજા માણી રહ્યા છે.

મહિલા જરાક પણ ડર્યા વગર જબરદસ્ત રીતે નદીના પાણીની અંદર છલાંગ લગાવે છે અને અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની હિંમતના વખાણ કરી રહ્યા છે.

દાવો છે કે, આ મહિલાઓ દરરોજ નદીમાં સ્નાન કરવા માટે આવે છે. અને પોતાની મસ્તીમાં જ નદીમાં આવી જ રીતે છલાંગ લગાવે છે. આ વીડિયોને ટ્વીટર પર આઈએએસ ઓફિસર સુપ્રિયા શાહુએ શેર કર્યો છે.

તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, વાયરલ થયેલો વીડિયો તમિલનાડુંનો મારી સામે આવી રહ્યો છે અને આ વીડિયો અત્યાર સુધીમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો લોકોએ જોઈ લીધો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments