Team Chabuk-Sports Desk : વિવાદોથી ઘેરાયેલી સિડની ટેસ્ટ મેચ ડ્રો થઈ ગઈ છે. ચાર મેચની સિરીઝની ત્રીજી મેચ ડ્રો થતાં હવે ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1ની બરાબરી પર છે. સિડની ટેસ્ટ મેચ ડ્રો કરાવવામાં પંત, પૂજારા, હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ મેચમાં હનુમા વિહારીએ પોતાના નામે એક ઐતિહાસિક રેકોર્ડ પણ નોંધાવી લીધો છે.
62 unbeaten runs in 256 balls, with both playing through injuries 🙌
— ICC (@ICC) January 11, 2021
What a performance from this duo!#AUSvIND pic.twitter.com/ZKEQS3BgPx
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં 407 રનનો પીછો કરતી ભારતીય ટીમે 131 ઓવરમાં 5 વિકેટે 334 રન નોંધાવ્યા. મેચમાં જે રીતે અશ્વિન અને હનુમા વિહારીની બેટિંગે ‘ધ વોલ’ના નામે જાણીતા ભારતીય પૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડની યાદ અપાવી દીધી.
Pat on the back for a job well done 👏#AUSvIND pic.twitter.com/vCuSsQMDHA
— ICC (@ICC) January 11, 2021
ભારતીય ટીમે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય આવું પ્રદર્શન નથી કર્યું. ઓસ્ટ્રેલિયાઈ બોલર પર રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારી ભારે પડ્યા. બંને ખેલાડીઓએ ઈતિહાસ રચી દીધો. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના હાથમાં આવેલી મેચ આ બંને ખેલાડીઓએ છીનવી લીધી. છઠ્ઠી વિકેટ માટે અશ્વિન અને હનુમા વિહારીએ 258 બોલમાં 62 રન નોંધાવ્યા. આ છઠ્ઠી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશીપનો પણ રેકોર્ડ છે.
A fitting birthday gift for Rahul Dravid 🎁
— ICC (@ICC) January 11, 2021
An extraordinary display of resistance, fight and patience by India today 🙌#AUSvIND pic.twitter.com/5RLA5aqnQp
Hanuma Vihari and R Ashwin have negotiated over 200 balls between them 🔥
— ICC (@ICC) January 11, 2021
A display of real grit 🇮🇳#AUSvIND ▶️ https://t.co/jOSQoYOuSC pic.twitter.com/cCc1qMycHW
☝️ WICKET!
— ICC (@ICC) January 11, 2021
Rishabh Pant falls only three short of what would've been a brilliant century, with Nathan Lyon finally getting his man!
How huge a moment is this? 🧐 pic.twitter.com/TznjzLzFbd
Fighting till the very end ⚔️ Tremendous spirit shown by the team 🇮🇳💪 pic.twitter.com/ZEHuaFK1G9
— Ravindrasinh jadeja (@imjadeja) January 11, 2021
Hard work truly pays off 💪. Happy to contribute to the team. Well done boys. 👏 On to Brisbane. ⏭️ @BCCI pic.twitter.com/RIhpNUsFoI
— Rishabh Pant (@RishabhPant17) January 11, 2021
A team performance for the history books 🇮🇳 pic.twitter.com/uOZQ0TNqJV
— Shubman Gill (@RealShubmanGill) January 11, 2021
Bruised. Broken. But never short of character. Really happy with how the boys fought till the end. Lots to learn and improve as we look forward to Brisbane now. pic.twitter.com/4VBZGCvbnp
— Ajinkya Rahane (@ajinkyarahane88) January 11, 2021
"Bruised. Broken. But never short of character" #TeamIndia #AUSvIND pic.twitter.com/QpkfjfR6h8
— BCCI (@BCCI) January 11, 2021
ઓસ્ટ્રેલિયાએ ભારતને 407 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેમાં ચોથો દિવસ પૂર્ણ થયો ત્યાં સુધીમાં ભારતે 98 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. પાંચમાં દિવસે શરૂઆતમાં જ ભારતીય ટીમે રહાણેની વિકેટ ગુમાવી. રહાણે માત્ર ચાર રનમાં જ પવેલિયનનો રસ્તો પકડ્યો. રહાણેની વિકેટ બાદ એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયાના હાથમાંથી આ મેચ જશે. જોકે, ત્યારબાદ પંતે કમાન સંભાળી. પંત માત્ર ત્રણ રનથી સદી ચુકી ગયો. પંતે કુલ 118 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 97 રન ફટકાર્યા. બીજી તરફ ચેતેશ્વર પુજારા ક્રિઝ પર અડગ રહ્યો. પુજારા કુલ 205 બોલ રમ્યો જેમાં તેણે 12 ચોગ્ગાની મદદથી 77 રન ફટકાર્યા. પંત અને પુજારા આઉટ થયા બાદ ફરી ટીમ ઈન્ડિયા પર દબાણ આવ્યું. જો કે, ત્યારબાદ જે થયું એ ઓસ્ટ્રેલિયાની ટીમે વિચાર્યું ન હતું.
A partnership to remember – @ashwinravi99 & @Hanumavihari
— BCCI (@BCCI) January 11, 2021
62* off 259 deliveries 👌👌#TeamIndia #AUSvIND pic.twitter.com/jKR6lO9LHP
Really proud of #TeamIndia!
— Sachin Tendulkar (@sachin_rt) January 11, 2021
Special mention to @RishabhPant17, @cheteshwar1, @ashwinravi99 and @Hanumavihari for the roles they’ve played brilliantly.
Any guesses in which dressing room the morale will be high? 😀#OneTeamOneCause #AUSvIND pic.twitter.com/hG60Iy6Lva
That was as epic as it can get ! Way to go Team India @BCCI @ashwinravi99 , @RishabhPant17 @cheteshwar1 @Hanumavihari & all the bowlers! #mentaltoughness pic.twitter.com/f3Ux6oLZ8G
— Murali Vijay (@mvj888) January 11, 2021
Never giving up. Never backing down from a challenge. Great character and resilience displayed by the team. 🇮🇳#TestCricket at its best! #AUSvIND pic.twitter.com/l8CtOppu6q
— Mayank Agarwal (@mayankcricket) January 11, 2021
Sweet Emotion’s! Such a special & memorable debut match. #NeverGiveUp pic.twitter.com/HsluvqoTeL
— Navdeep Saini (@navdeepsaini96) January 11, 2021
આ બંને ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ દરમિયાન હનુમા વિહારીના નામે એક રેકોર્ડ નોંધાયો. હનુમાએ શરૂઆતના 100 બોલમાં રન બનાવ્યા માત્ર 6. મેચ ડ્રો કરાવવાના લક્ષ્ય સાથે જ હનુમા મેદાન પર ઉતર્યો હતો. જેમા તે સફળ રહ્યો. દિવસના અંતે હનુમાનો સ્કોર 161 બોલ પર 23 રનનો રહ્યો. 23 રનમાં 16 રન તેણે 4 ચોગ્ગા ફટકારીને બનાવ્યા. એટલે કે તે મેચ દરમિયાન માત્ર સાત રન જ દોડ્યો. બીજી તરફ અશ્વિને 128 બોલ રમ્યા જેમા તેણે 7 ચોગ્ગાની મદદથી 39 રન ફટકાર્યા.
ટેસ્ટમાં 100 બોલમાં સૌથી ઓછા રનનો રેકોર્ડ
| વર્ષ | ખેલાડી | રન | વિરોધી ટીમ | ગ્રાઉન્ડ |
| 1963 | જ્હોન મુરે (ઈંગ્લેન્ડ) | 3* | ઓસ્ટ્રેલિયા | સિડની |
| 2021 | હનુમા વિહારી(ભારત) | 6* | ઓસ્ટ્રેલિયા | સિડની |
| 2018 | નીલ વેગનર(ન્યૂઝિલેન્ડ) | 7 | ઈંગ્લેન્ડ | ક્રાઈસ્ટચર્ચ |
| 1978 | જ્યોફ મિલર( ઈંગ્લેન્ડ) | 7 | ઓસ્ટ્રેલિયા | મેલબોર્ન |
હવે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ પર તમામ લોકોની નજર છે. ચોથી ટેસ્ટ જે જીતશે તે મેચ સાથે સિરીઝ પણ લઈ જશે. ચોથી અને અંતિમ મેચ બ્રિસ્બેનમાં જ રમાશે. બ્રિસ્બેનમાં સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. 15 જાન્યુઆરીથી ચોથી ટેસ્ટ શરૂ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત