Homeગામનાં ચોરેખેડૂત આંદોલન મામલે સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી નાખી

ખેડૂત આંદોલન મામલે સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી નાખી

Team Chabuk-National Desk: કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજી અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની બરાબરની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કોઈને આંદોલન કરતાં રોકી ન શકીએ. કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે ખેડૂતોના પક્ષમાં કહ્યું કે અમે આંદોલનને પૂર્ણ કરવા નથી માગતા, તમે તેને ચાલુ રાખી શકો છો.

સરકારને ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘આંદોલનમાં ખેડૂતોના જીવ જઈ રહ્યા છે, તેવામાં સરકાર આ કાયદાઓ પર રોક લગાવશે કે પછી કોર્ટે જ આદેશ જાહેર કરવો પડશે.’ આમ કોર્ટે સરકારને સીધા શબ્દોમાં કાયદા પર રોક લગાવવાનો સંકેત આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે ખેડૂતોને લઈને કહ્યું કે, ‘જો કાયદા પર રોક લાગી જાય છે તો શું ખેડૂતો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આંદોલનનું સ્થળ બદલી શકે છે ? અને જો કઈ અઘટિત થાય છે તો આપણે સૌ તેના જવાબદાર હોઈશું.’ કોર્ટે કહ્યું કે, ‘જો ખેડૂતો વિરોધ કરે છે તો અમારી ઇચ્છા છે કે તેનું સમાધાન કમિટી કરે. અમે કોઈ કાયદો અમારા હાથ પર નથી લેવા માગતા. સાથે જ અમે કોઈને વિરોધ પ્રદર્શન કરવાની પણ ના નહીં પાડીએ.’

સરકારે શું કહ્યું ?

ખેડૂતો સાથેની અત્યાર સુધીની બેઠકમાં સરકારે જે પ્રકારનું વલણ દાખવ્યું છે તેવું જ વલણ સરકારે આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખવ્યું. સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું કે, કોઈ કાયદા પર રોક નહીં લગાવવામાં આવે. સરકાર તરફથી આ જવાબ સાંભળીને સુપ્રીમ કોર્ટ પણ સરકારના ઈરાદાથી નારાજ થઈ ગઈ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આ કાયદાને રોકવાની સ્થિતિમાં છીએ. કોર્ટે કહ્યું કે હવે ખેડૂતો પોતાની સમસ્યા કમિટીને જણાવશે.

ટ્રેક્ટર માર્ચ અંગે શું મળ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, ‘કાયદો તોડનારને રક્ષણ નહીં જ આપીએ. નિયમો તોડશે તેની સામે કાયદા પ્રમાણે કાર્યવાહી થવી જ જોઈએ. અમે તો હિંસા ન થાય તેવું ઇચ્છીએ છીએ.’ કોર્ટમાં એટર્ની જનરલે કહ્યું કે, ’26 જાન્યુઆરીએ રાજપથ પર ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચ કરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુશ્કેલી ઉભી કરવાનો પ્લાન છે.’ જો કે જવાબમાં ખેડૂતોના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે, ‘આવું નહીં થાય, રાજપથ પર કોઈ ટ્રેક્ટર નહીં ચાલે.’

સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે કાઢી સરકારની ઝાટકણી

ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન સરકારની દલીલ સામે નારાજગી દર્શાવતા કહ્યું કે, ‘સરકારની આ દલીલો નહીં ચાલે.’ ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘તમે કઈ રીતે સમસ્યાનો નિકાલ કરી રહ્યા છો ?’ સુપ્રીમ કોર્ટને સરકારે કહ્યું કે, ’41 ખેડૂત સંગઠન કાયદો પરત લેવાની માગ કરી રહ્યા છે, નહીંતર તેઓ આંદોલન ચાલુ રાખવાનું કહી રહ્યા છે.’

ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘અમારી પાસે એક પણ એવી દલીલ નથી આવી કે જેમાં કૃષિ કાયદાના વખાણ થયા હોય. કોર્ટે કહ્યું કે, અમે ખેડૂત મામલાના નિષ્ણાત નથી પરંતુ શું તમે આ કાયદાઓને રોકશો કે પછી અમારે જ પગલાં ઉઠાવવા પડશે. પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જઈ રહી છે. લોકો મરી રહ્યા છે અને ઠંડીમાં બેઠાં છે. ત્યાં ખાવા-પીવાનું ધ્યાન કોણ રાખી રહ્યું છે ?’

સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં સરકારને કહી દીધું છે કે, ‘અમે એક્સપર્ટ કમિટી બનાવવા માગીએ છીએ, ત્યાં સુધી સરકાર આ કૃષિ કાયદાને રોકે નહીંતર અમારે પગલાં ભરવા પડશે. સરકારની ઝાટકતાં સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે, સરકાર મામલાને યોગ્ય રીતે સંભાળી નથી રહી જેથી અમે નાખુશ છીએ.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments