Team Chabuk-Sports Desk : કોઈ પણ લેખકો અને પત્રકારોને એક સારી મેચ હોય તો લખવાની મજા આવે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ટેસ્ટ મેચ તમામ અર્થમાં મટીરીયલ પૂરવાર થઈ છે. તેમાં વિવાદ છે. તેમાં ધૈર્ય છે. તેમાં પૂંછડીયાઓ દ્વારા કરવામાં આવેલો કમાલ છે. તેમાં ભારતીયો માટેની ખુશી પણ છે. અડધી ભારતીય ટીમ તો ઘાયલ હતી છતાં ટેસ્ટ મેચ ડ્રો ખેંચી ગઈ. મહોમ્મદ સામી બાદ પંત, જાડેજા, અશ્વિન, હનુમા વિહારી ઘાયલ થયા. આ સિવાય ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને કે.એલ. રાહુલનો પણ ઘાયલ ખેલાડીઓમાં સમાવેશ થાય છે. આજના મેચના છેલ્લા દિવસની શરૂઆત ગુજરાતના પુજારાથી કરીએ.
ચેતેશ્વર પુજારાએ દ્રવિડને ભેટ આપી
એક છે ચેતેશ્વર પુજારા. સિડની પહેલાની બંને ટેસ્ટમાં તેના પર માછલા ધોવાતા હતા. હવે પુજારા ફોર્મમાં છે. ટેસ્ટની બંને ઈનિંગમાં તેણે ઓસ્ટ્રેલિયન બોલરોને હંફાવી દીધા છે. ત્રીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં પુજારા અને પંતનું યોગદાન મહત્વનું રહ્યું. પંતે જ્યાં 118 બોલનો સામનો કરતા 97 રન કર્યા તો બીજી બાજુ પુજારાએ 205 બોલમાં 77 રન કર્યા.
પુજારાની આ ઈનિંગ ખાસ રહી. ખાસ એટલા માટે કે ટેસ્ટમાં તેણે 6000 રન પૂર્ણ કર્યા. રાહુલ દ્રવિડના જન્મદિવસના દિવસે જ 6000 રન પૂર્ણ કર્યા. જાણવા જેવી વાત તો એ છે કે રાહુલ દ્રવિડે પણ પોતાના 6000 રન ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધમાં જ પૂર્ણ કર્યા હતા.
પુજારા અને ઓસ્ટ્રેલિયા
પુજારાને ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ રન બનાવવું ખૂબ જ ગમે છે. આવું અમે નહીં આંકડા કહી રહ્યા છે. પુજારાએ પોતાનો પહેલો રન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ જ બનાવ્યો હતો. એ પછી પુજારાના એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ હજાર રન પણ ઓસ્ટ્રેલિયાની સામે જ બન્યા હતા. વિદેશી ગ્રાઊન્ડમાં પુજારાની બીજી ઈનિંગમાં પ્રથમ હાફ સેન્ચુરી છે. ભારતમાં તેણે ચોથી ઈનિંગમાં બે વખત પચાસ કરતા વધારે રન બનાવ્યા છે અને બંને વખત ઓસ્ટ્રેલિયા સામે જ બનાવ્યા છે.
Pujara’s Test dismissals v Australia bowlers:
— Umang Pabari (@UPStatsman) January 11, 2021
v Nathan Lyon : 10
v Cummins + Hazlewood : 11
v Rest combined : 10#AUSvIND
પુજારાને સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં જોશ હેજલવુડે બોલ્ડ કર્યો હતો. 205 બોલમાં 77 રન કરનારા પુજારાનો આઉટ થવાનો પણ એક કિર્તીમાન છે. ઓસ્ટ્રેલિયન બોલર્સમાં જોશ હેઝલવુડે જ તેને સૌથી વધુ અગિયાર વખત આઉટ કર્યો છે. એ પછી અગિયાર વખત પેટ કમિન્સ. બીજા નંબર પર નાથન લોયન જેણે દસ વખત પુજારાને આઉટ કર્યો છે. આ સિવાય બાકીની ઓસ્ટ્રેલિયાની ટીમે દસ વખત પુજારાને આઉટ કર્યો છે.
વિરેન્દ્ર સહેવાગનો જવાબ
રિકી પોન્ટિંગે ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ બાદ સેવન ક્રિકેટના ટ્વીટર હેન્ડલ પર ક્વેશ્ચન અને આન્સનરની સિઝન શરૂ કરી હતી. જેમાં કોઈએ રિકી પોન્ટિંગને પૂછ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ ઈનિંગ ક્યારે ડિક્લેર કરવી જોઈએ?
પોન્ટિંગે જવાબ આપેલો અત્યારે તો 310 રન આગળ છે. પણ હું ઈમાનદારીપૂર્વક વિચારું છું કે ભારત પોતાની ઈનિંગમાં 200 કરતા વધારે રન નહીં બનાવી શકે.
આ ટ્વીટ ભારતીય ટીમના પૂર્વ ખેલાડી વિરેન્દ્ર સહેવાગને પસંદ ન આવી. કોઈ પણ ભારતીયને ન ગમે. આજે મેચ ડ્રો થયા પછી વીરેન્દ્ર સહેવાગે એક સાયલેન્ટ ટ્વીટ કરી છે. જેમાં ઋષભ પંત અને રિકી પોન્ટિંગ છે. જોઈ લો.
https://t.co/Z8zqkzZGNe pic.twitter.com/hKPAa3FLoc
— Virender Sehwag (@virendersehwag) January 11, 2021
સ્મિથ તે શું કર્યું ?
બોલ ટેમ્પરિંગ માટે ચર્ચાયેલા ને જેના પર બે વર્ષનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો તે સ્ટીવ સ્મિથ ફરી એક વખત ચર્ચામાં છે. ઋષભ પંતની ધમાકેદાર ઈનિંગ જોઈ સ્મિથની અંદર રહેલો ચીટર જાગૃત થઈ ગયો. ઋષભ પંતે મેદાનમાં આવતા જ ચોક્કા-છગ્ગા મારવાની શરૂઆત કરી દીધી. એમાં કાંગારુંઓ પાણી પાણી થઈ ગયા. ઋષભ તેમના ધૈર્યની અગ્નિપરીક્ષા લઈ રહ્યો હતો. સ્ટીવ સ્મિથ ચાલીને ક્રિઝ પર આવ્યો. ઋષભ પંતના ગાર્ડ (પગથી ખોતરેલી અને નિર્ધારિત કરેલી જગ્યા) પર ઊભો રહ્યો. થોડી વાર ઊભા રહી પગ ઘસડવા લાગ્યો.
After drinks break Aussie comes to shadow bat and scuffs out the batsmen’s guard marks.
— Cricket Badger (@cricket_badger) January 11, 2021
Rishabh Pant then returns and has to take guard again.#AUSvIND #AUSvsIND #AUSvINDtest pic.twitter.com/aDkcGKgUJC
સ્મિથે હાથે કરીને પંતના ગાર્ડને ભૂંસ્યું. ફોક્સ અને સોની પર મેચ જોનારાઓને આ ન દેખાયું કારણ કે બ્રેકની વચ્ચે એડ આવતી હોય છે. પણ અમેરિકામાં મેચ જોતા લોકોને સ્મિથની હરકત દેખાઈ ગઈ. અમેરિકાનું બ્રોડકાસ્ટ બ્રેક વચ્ચે સ્ટમ્પ કેમેરાનો વ્યૂ દેખાડે છે એડ નથી દેખાડતું. એ પછી તો સોશિયલ મીડિયાની તમને ખબર જ છે.
વેલ ડન પંત
ઋષભ પંત ઘાયલ થયો હતો. તો પણ એ પાંચમા નંબર પર બેટીંગ માટે ઉતર્યો. અગાઉથી તેના પર ટીકાઓનો વરસાદ થઈ રહ્યો હતો. તેમાં ઋષભ પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા કોઈને નહોતી. ઋષભે આખે આખી ગેમ બદલી નાખી. 118 બોલમાં 97 રન કરી ઋષભ પંતે કાંગારુઓને ઢાળી દીધા. જીતના હીરોમાં આજે પંતનો પણ સમાવેશ થાય છે. ભલે ટેસ્ટમાં તેણે છોડેલા કેચના કારણે તેની ચારેબાજુથી આલોચના થઈ હોય.
અશ્વિન
સિડની ટેસ્ટમાં અશ્વિને ફક્ત બે વિકેટ લીધી. છેલ્લા દિવસે તે બેટ સાથે કમાલ કરવા ઉતર્યો. ઉતરતા વેત જ પાંસળીમાં બોલ લાગી ગયો. ફિઝીયોએ તેની તપાસ કરી. અશ્વિને પીડા હોવા છતાં રિબ ગાર્ડ લગાવીને બેટીંગની શરૂઆત કરી અને ઓસ્ટ્રેલિયાના બોલરોને તોડી નાખ્યા. સાડા ત્રણ કલાક કરતા વધારે સમય અશ્વિન મેદાનમાં રહ્યો. 128 બોલનો સામનો કર્યો અને નોટ આઉટ 39 રન બનાવ્યા.
હનુમા વિહારી
ટી બ્રેક પછી ઋષભ પંત આઉટ થયો. મેદાન પર હનુમા વિહારીની એન્ટ્રી થઈ. સૌ કોઈએ આશા છોડી દીધી હતી. હનુમા વિહારીને હેમસ્ટ્રિંગ ઈન્જરી મેદાનમાં આવતા જ થઈ ગઈ. છતાં તે પરત ન ફર્યો. તેણે સતત ચાર કલાક બેટીંગ કરી. ઓસ્ટ્રેલિયન બોલરોને હતાશ કરવામાં તેનો જ મોટો ફાળો હતો.
તું ભારતમાં આવ
હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિન આઉટ ન થતા ઓસ્ટ્રેલિયાની ટીમે માઈન્ડ ગેમ રમવાની શરૂઆત કરી દીધી. ટીમ પેને અશ્વિનને કહ્યું, ‘હવે ગાબા ટેસ્ટ માટે વધારે રાહ નથી જોવાતી.’ એ પછી અશ્વિને કહ્યું, ‘તું ભારતમાં આવ રાહ જોઈશ. એ તારી છેલ્લી સિરીઝ હશે.’
Conversation between Tim Paine and Ravi Ashwin.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 11, 2021
Paine: “Can’t wait for the Gabba Test”.
Ravi Ashwin: “Can’t wait to see you in India, that will be your last series”. pic.twitter.com/0yWs9jLUqW
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત