Team Chabuk-Sports Desk: ટોક્યો ઓલિમ્પિકનો આજે 16મો દિવસ છે. 16મા દિવસે ભારતના સ્ટાર કુશ્તીબાજ બજરંગ પુનિયાએ ભારતને વધુ એક મેડલ અપાવ્યો છે. બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ મેચ જીતી લીધી છે. આ સાથે જ ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી ગયો છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં અત્યાર સુધી 6 મેડલ જીતી લીધા છે. જેમાં 2 સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ટોક્યો ઓલિમ્પિકમાં 65 કિ.ગ્રા વર્ગની ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બ્રોન્ઝ મેડલ મેચમાં બજરંગ પુનિયાનો મુકાબલો કઝાકિસ્તાનના ખેલાડી દૌલત નિયાઝબેકોવ સાથે થયો હતો. બ્રોન્ઝ મેડલ મેચમાં બજરંગ પુનિયાએ શરૂઆતથી જ આક્રમક દેખાવ કર્યો હતો અને કઝાકિસ્તાનના ખેલાડીને ધોબી પછાડ આપી હતી. બજરંગ પુનિયાએ આ મેચ 8-0 થી જીતી લઈને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે.
બજરંગ પુનિયા ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર શરૂઆત કર્યા બાદ સેમીફાઈનલમાં હારી ગયો હતો. બજરંગ પુનિયાના પિતાએ કહ્યું હતું કે, પુત્ર આજ સુધી ક્યારેય ખાલી હાથે પાછો ફર્યો નથી, તે ચોક્કસપણે બ્રોન્ઝ લાવશે. સમગ્ર દેશની પ્રાર્થના તેમની સાથે છે. એક મહિના પહેલા તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી, તેમ છતાં તે સેમીફાઇનલમાં પહોંચ્યો હતો. બજરંગે પિતાની વાતને હકીકતમાં બદલી દીધી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના કુશ્તીબાજ બજરંગ પુનિયા સેમીફાઈનલમાં હારી ગયો હતો. અઝરબૈજાનનાં હાજી અલીયેવે એને 12-5થી હરાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત