Team Chabuk-Entertainment Desk: બોલિવુડ અભિનેત્રી નુસરત ભરૂચાના (Nushrratt Bharuccha) ફેન્સ માટે આંચકાજનક સમાચાર આવ્યા છે. બ્લડ પ્રેશરની સમસ્યામાંથી પસાર થઈ રહેલી અભિનેત્રી નુસરત ભરૂચા ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર બેભાન થઈ ગઈ હતી. જેથી તેને સીધી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડોક્ટરે કહ્યું કે, નુસરત ભરૂચાને વર્ટિગો એટેક (vertigo attack) આવ્યો હતો. જો કે રાહતની વાત એ છે કે, હવે તે હોસ્પિટલમાં દાખલ નથી. ડોક્ટરે નુસરત ભરૂચાને ડોક્ટરે ઓછામાં ઓછા 15 દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
મીડિયા રિપોર્ટનું માનીએ તો, નુસરત ભરૂચા લવ રંજનની એક ફિલ્મનું શૂટિંગ મુંબઈના એક સ્ટૂડિયોમાં કરી રહી હતી. ફિલ્મ પ્રોડ્યુસર લગભગ 23-24 દિવસથી નુસરત ભરૂચા સાથે બરાબર રીતે શૂટિંગ કરી રહ્યા હતા. પરંતુ અચાનક ફિલ્મના સેટ પર જ નુસરત ભરૂચાને ચક્કર આવતા ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, નુસરત સ્વસ્થ થઈ જાય પછી ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવશે. હાલ ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી છે. જેથી તેને થોડા દિવસ માટે કામમાંથી બ્રેક લઈ લીધો છે.
સેટ પર નુસરતની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે ઉભી પણ રહી શકતી ન હતી. નુસરત ભરૂચાએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ડોક્ટર્સે મને કહ્યું કે આ એક વર્ટિગો એટેક હતો. જેનું કારણ વધુ તણાવ હોઈ શકે છે. વધુ તણાવના કારણે ચક્કર આવી ગયા હતા. કોરોના મહામારીએ લોકોને શારીરિક જ નહીં પરંતુ ભાવનાત્મક રીતે પણ લોકોને પ્રભાવિત કર્યા છે. મેં વિચાર્યું હતું કે એક-બે દિવસમાં સ્વસ્થ થઈ જઈશ પરંતુ મારી તબિયત વધુ ખરાબ થઈ રહી હતી.
મેં સેટ પર આ અંગેની જાણકારી આપી ત્યારબાદ મને હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હું હોસ્પિટલ પહોંચી ત્યાં સુધીમાં મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ. બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું. હોસ્પિટલમાં મારું બ્લડ પ્રેશ તપાસ્યું તો 65/66 સુધી પહોંચી ગયું હતું. મારા મમ્પી-પપ્પા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. 6-7 દિવસ ખૂબ જ ખરાબ હતા. હોસ્પિટલમાંથી સાત દિવસ બાદ રજા આપવામાં આવી છે. હવે મને 15 દિવસ આરામ કરવાનું ડોક્ટરે કહ્યું છે.
મહત્વનું છે કે નુસરત ભરૂચા તાજેતરમાં જ અજીબ દાસ્તાનમાં નજરે પડી હતી. નુસરત ભરૂચા પાસે રામ સેતુ ફિલ્મ છે. જેમાં તે અક્ષય કુમાર સાથે નજરે પડશે. આ ઉપરાંત હુડદંગ અને છોરી જેવી ફિલ્મમાં પણ ચમકશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત