Homeગામનાં ચોરેભારતની કાચબા ચાલ ઈન્ટરનેટ સ્પીડ, પાકિસ્તાન અને નેપાળ કરતાંય પાછળ

ભારતની કાચબા ચાલ ઈન્ટરનેટ સ્પીડ, પાકિસ્તાન અને નેપાળ કરતાંય પાછળ

ઈન્ટરનેટ સ્પીડ. ઘરે રાઉટર ફિટ કરવા આવનારા શાનથી કહે છે, સાહેબ 5G પકડાશે. અને આજે એ 5Gનું આખું પોટલું રસ્તા વચ્ચારે ઉઘડી ગયું. સ્પીડના ડેટા પોટલામાંથી ખરી પડ્યા અને ખબર પડી કે પાકિસ્તાન અને નેપાળ જેવા ટચૂકડા દેશો આપણાં કરતાં સ્પીડમાં આગળ છે. આ વાતની ખબર ભારતના યુઝર્સને પડી ત્યારે તેમની સ્થિતિ કેવી થઈ એ નીચેની તસવીરમાં જુઓ.

ભારત 131માં સ્થાને

ડિઝીટલ ઈન્ડિયાની વાતો થાય છે. બીજી બાજુ ભારતમાં ઈન્ટરનેટની સ્પીડ જ ચિંતાનો વિષય છે. Ookla તરફથી Speedtest Global Index જાહેર કરવામાં આવ્યો. સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત ઈન્ટરનેટની સ્પીડમાં તોતિંગ ઘટાડો આવી ગયો. Ooklaજીના રિપોર્ટ પ્રમાણે ઈન્ટરનેટ સ્પીડમાં ભારત 131માં સ્થાને છે. કલ્પના કરો પ્રથમ નંબરના દેશની સ્પીડ કેટલી હશે? આ વખતે તો Ooklaજીને પણ દિલથી વિશ્વાસ હતો કે ભારતમાં ઈન્ટરનેટની સ્પીડ કંઈક કાઠુ કાઢશે અને ત્યાં નર્યો વા કુંજરો વા થઈ ગયો. ગત વખતે ભારત 129માં સ્થાને હતું. Ooklaએ સંભાવના શું વ્યક્ત કરી 131માં સ્થાને ચાલ્યું ગયું.

Ookla શું છે ?

Ookla મફતમાં વેબ સર્વિસ આપનારી અમેરિકાની કંપની છે. જેનું મુખ્ય કામ વિશ્વભરના દેશોની ઈન્ટરનેટની સ્પીડ કેટલી છે તે માપવાનું છે. કંપની દરેક મહિને Speedtest Global Index જાહેર કરે છે. જેના દ્રારા વિશ્વના 138 દેશોના મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ તે માપે છે. આ વખતે ભારત 131માં સ્થાને છે. ફક્ત સાત દેશ ભારતની પાછળ છે. હવે મોબાઈલ વિશ્વભરના લોકો યુઝ કરે. તેમના મુખ્ય ડેટાના આધાર પર સ્પીડટેસ્ટ તરફથી રેંકિંગ તૈયાર કરવામાં આવે છે.

ભારતની સ્પીડ કેટલી ?

સપ્ટેમ્બરની જ્યારે રેન્કીંગ બહાર પડી ત્યારે ભારતની સ્પીડ 12.07 Mbps હતી. ભારત કરતાં આગળ શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળ જેવા નાના દેશો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બીજા દેશો પાસેથી પૈસા ભલે માગે પણ તેમની મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ ભારત કરતાં તો વધારે જ છે. મોબાઈલ અપલોડની વૈશ્વિક સ્પીડ 11.22 Mbps છે. ભારતની સ્પીડ છે 4.31 Mbps. એટલે ભારત અપલોડમાં પણ પાછળ છે. ભારતમાં ડાઉનલોડ સ્પીડ 12.07 Mbps છે. જ્યારે વૈશ્વિક એવરેજ મોબાઈલ ડાઉનલોડ સ્પીડ 35.26 Mbps છે. પરિણામે ભારતની ડાઉનલોડ સ્પીડ અડધીની અડધી છે.

ઈન્ટરનેટની સ્પીડનો અજીમો-શાન-શહેનશાહ કોણ છે ?

Ookla ના Speedtest Global Indexના પ્રમાણે મોબાઈલ ડેટા સ્પીડમાં દક્ષિણ કોરિયા પ્રથમ સ્થાન પર છે. દક્ષિણ કોરિયાની મોબાઈલ સ્પીડ 121 Mbps છે. સૌથી છેલ્લે અફઘાનિસ્તાન છે. જેની સ્પીડ 7.26 Mbps સાથે સૌથી છેલ્લા સ્થાને છે. બ્રોડબેંડ સ્પીડમાં સિંગાપુરે 226.60 Mbpsની સ્પીડ સાથે ઈન્ડેક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજી બાજુ 3.40 Mbps સ્પીડની સાથે તુર્કમેનિસ્તાન છેલ્લા પાયદાન પર છે.

બ્રોડબેંડમાં કંઈક સારું પ્રદર્શન

OoKla એ બ્રોડબેંડ સ્પીડનું જે તારણ આપ્યું તે પ્રમાણે 175 દેશોની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં ભારતની બ્રોડબેંડ સ્પીડમાં વધારો થયો છે. ભારત બ્રોડબેંડ સ્પીડમાં 70માં સ્થાને છે. ગત્ત વખતે ભારત 72માં સ્થાને હતું જ્યાંથી છલાંગ લગાવી તે 70માં સ્થાને આવ્યું છે. ભારતની બ્રોડબેંડ સ્પીડ 46.47 Mbps છે.

mobile

પાડોશીઓની કેવી હાલત છે ?

હવે પાડોશી દેશોની સ્પીડ જોઈ થોડી આંતરડી કકડાવીએ થોડો આનંદ લઈએ. ચીન 138.66 Mbpsની સ્પીડ સાથે વિશ્વમાં વીસમાં સ્થાન પર છે. શ્રીલંકા 94માં નંબર પર, બાંગ્લાદેશ 98માં સ્થાને, નેપાળ 113માં સ્થાને પાકિસ્તાન 159માં સ્થાને. એટલે કે પાડોશી દેશોમાં ભારત કરતાં ચીન જ આગળે છે. જોકે ભારતના દરેક વર્ગને બ્રોડબેંડ થોડું પોસાય. લોકોનો ઓછો જમાવડો એમ સ્પીડ વધારે. 130 કરોડના દેશમાં મેક્સિમમ લોકો મોબાઈલમાં ઈન્ટરનેટ યુઝ કરે એટલે સ્પીડનું થાય વિભાજન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments