Team Chabuk-National Desk: એન્ટીગુઆ અને બારબુડાથી હાલમાં ફરાર ભાગેડુ હીરાનો કારોબારી મેહુલ ચોક્સી પાડોશી દેશ ડોમિનિકામાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેની વિરૂદ્ધ ઈન્ટરપોલે યેલો નોટિસ જાહેર કર્યું હતું. સ્થાનિક મિડિયાની ખબરોમાં બુધવારે આ અંગે જણાવવામાં આવ્યું હતું.
એન્ટીગુઆ અને બારબુડા દ્વારા ઈન્ટરપોલના યેલો નોટિસને જાહેર કર્યા બાદ ડોમિનિકામાં પોલીસે મંગળવારની રાતે સ્થાનિક સમયઅનુસાર ચોક્સીને પકડી લીધો હતો. એન્ટીગુઆ ન્યૂઝ રૂમ પ્રમાણે ચોક્સી એન્ટીગુઆ અને બારબુડાની નાગરિકતા લીધા બાદ 2018થી અહીં રહી રહ્યો છે.
એન્ટીગુઆના પીએમઓએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે, અમે ડોમિનિકાને કહ્યું છે કે એ ગેરકાનૂની રૂપથી ડોમિનિકામાં પ્રવેશ કરવા પર મેહુલ ચોક્સી પર કડકમાં કડક કાર્યવાહી કરે અને તેને સીધો જ ભારતને સોંપી દે.
#WATCH | “…Dominica has agreed (for Mehul Choksi’s repatriation). We will not accept him back… Dominican govt & law enforcement are cooperating, and we have informed Indian government to have him repatriated to India,” says Antiguan PM Gaston Browne, in an interview with ANI pic.twitter.com/9VEfZfqic5
— ANI (@ANI) May 26, 2021
એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને કહ્યું કે, અમે ચોક્સીને પરત નહીં લઈશું. તેણે અહીંથી ફરાર થઈને ખૂબ મોટી ભૂલ કરી છે. ડોમિનિકન સરકાર અને ત્યાંના કાયદાના અધિકારી અમારી સાથે સહયોગ કરી રહ્યા છે. અમે આ અંગે ભારત સરકારને સૂચના આપી છે કે જેથી તેને પરત સોંપી શકાય. તેમણે કહ્યું છે કે, કદાચ ચોક્સી બોટ દ્વારા ડોમિનિકા પહોંચી ગયો હતો. ત્યાંની સરકાર અમારી અને ભારતની સરકાર સાથે સહયોગ કરી રહી છે. ડોમિનિકા તેને સીધો ભારત મોકલશે.
ચોક્સીના વકિલ વિજય અગ્રવાલે કહ્યું કે, મેં ચોક્સીના પરિવારની સાથે વાત કરી છે અને તેમને એ વાતની સંતુષ્ટી આપી છે કે મેહુલના ઠેકાણાની ખબર પડી ગઈ છે. મેહુલ સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન સતત ચાલી રહ્યો છે. જેથી એ વાતની જાણકારી મળી શકે કે કઈ પરિસ્થિતિમાં તેઓ એન્ટીગુઆથી ચાલ્યા ગયા હતા અને ડોમિનિકામાં પકડી લેવામાં આવ્યા.
Fugitive diamantaire Mehul Choksi is in the custody of the Criminal Investigation Department (CID) in Dominica, reports Antigua media
— ANI (@ANI) May 26, 2021
(file pic) pic.twitter.com/ofd8UQxKZb
જણાવી દઈએ કે જે લોકો ગાયબ હોય છે તેની શોધખોળ માટે ઈન્ટરપોલ યેલો નોટિસ જાહેર કરે છે. સમાચારોમાં જણાવવામાં આવ્યું છે કે તેને એન્ટીગુઆ અને બારબુડાની રોયલ પોલીસ ફોર્સને સોંપવાની કવાયત ચાલી રહી છે.
પંજાબ નેશનલ બેન્કથી 13,500 કરોડ રૂપિયાના દેવાના કેસમાં ચોક્સી દોષિત છે. તેને અંતિમ વખત રવિવારના રોજ એન્ટીગુઆ અને બારબુડામાં પોતાની કારમાં ભોજન કરવા માટે જતાં જોવામાં આવ્યો હતો. ચોક્સીની કાર મળ્યા બાદ તેના કર્મચારીઓએ તેની ગાયબ હોવાની ખબર આપી હતી. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલ દ્વારા એ વાતની પુષ્ટી કરવામાં આવી હતી કે ચોક્સી રવિવારથી લાપતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત