Team Chabuk Sports Desk: IPL 2021 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ વરસ્યો. ખેલાડીઓની 20 લાખ રૂપિયાથી લઈ 16.25 કરોડ રૂપિયા સુધીની બોલી લાગી. જેમાં કુલ 61 ખેલાડીઓ માટે કુલ 143.30 કરોડ રૂપિયા ખર્ચાયા. આ વખતે IPLમાં ગુજરાતના ખેલાડીઓનો પણ દબદબો જોવા મળશે. તો અન્ય નવા ખેલાડીઓને પણ ચાન્સ મળ્યો છે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર પણ આ વખતે IPLમાં રમતો જોવા મળશે. અર્જુનને પિતાની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તમામ ફ્રેન્ચાઈઝીએ પોતાના આઠ વિદેશી ખેલાડીઓનો કોટા પણ પૂરો કર્યો છે. ખરીદીના અંતે માત્ર રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોરના ભાગમાં 25 ખેલાડીઓ પૂરા થઈ શક્યા નથી. હાલની સ્થિતિએ રાજસ્થાન પાસે 24 અને બેંગ્લોર પાસે 22 ખેલાડી છે.
કોણ કેટલા રૂપિયામાં ખરીદાયું ?
રાજસ્થાન રોયલ્સે સૌથી મોંઘો ખેલાડી ખરીદ્યો
ક્રિસ મોરિસ (16.25 કરોડ) , શિવમ દુબે (4.4 કરોડ), ચેતન સાકરિયા (1.2 કરોડ), મુસ્તફિઝુર રહેમાન (1 કરોડ), લિયામ લિવિંગસ્ટોન (75 લાખ), આકાશ સિંહ (20 લાખ), કેસી કરિયપ્પા (20 લાખ), કુલદીપ યાદવ (20 લાખ )
From Chris Morris to K Gowtham, here are the Top 5 Buys from the @Vivo_India #IPLAuction so far. 👇 pic.twitter.com/cLZn4tAjLu
— IndianPremierLeague (@IPL) February 18, 2021
પંજાબ કિંગ્સ, શાહરુખ ખાન પંજાબ તરફથી રમશે
ઝાય રિચાર્ડસન (14 કરોડ), રિલે મેરિડિથ (8 કરોડ), શાહરૂખ ખાન (5.25 કરોડ), મોજેસ હેન્રિક્સ (4.2 કરોડ), ડેવિડ મલાન (1.5 કરોડ), ફેબિયન એલન (75 લાખ), જલાજ સક્સેના (30 લાખ), સૌરભ કુમાર (20 લાખ), ઉત્કર્ષસિંહ (20 લાખ)
Shahrukh Khan earns big and how! 👍
— IndianPremierLeague (@IPL) February 18, 2021
He joins @PunjabKingsIPL for INR 5.25 Cr. @Vivo_India #IPLAuction pic.twitter.com/uHcOJ7LGdl
મુંબઈ ઈન્ડિયન્સ, અર્જૂન મુંબઈના ખાતામાં !
નાથન કોલ્ટર નાઇલ (5 કરોડ), એડમ મિલ્ને (3.2 કરોડ), પિયૂષ ચાવલા (2.4 કરોડ), જેમ્સ નીશામ (50 લાખ), યુધવીર ચરક (2૦ લાખ), માર્કો તાનસેન (2૦ લાખ), અર્જુન તેંડુલકર (2૦ લાખ)
કોલકત્તા નાઈટ રાઈડર્સ, ભજ્જી કોલકત્તામાંથી રમશે
શાકિબ અલ હસન (2.2 કરોડ), હરભજન સિંઘ (2 કરોડ), બેન કટિંગ (75 લાખ), કરૂણ નાયર (50 લાખ), પવન નેગી (50 લાખ), શેલ્ડન જેક્સન (20 લાખ), વેંકટેશ અય્યર (2૦ લાખ), વૈભવ અરોરા (20 લાખ)
દિલ્હી કેપિટલ્સ, લુકમાન મેરલાને સ્થાન
ટોમ કરન (5.25 કરોડ), સ્ટીવ સ્મિથ (2.2 કરોડ), સેમ બિલિંગ્સ (2 કરોડ), ઉમેશ યાદવ (1 કરોડ), રિપાલ પટેલ (20 લાખ), વિષ્ણુ વિનોદ (20 લાખ), લુકમાન મેરલા (20 લાખ), એમ સિદ્ધાર્થ (20 લાખ)
ચેન્નઈ સુપર કિંગ્સ, ચેતેશ્વર પૂજારાની એન્ટ્રી
કૃષ્ણપ્પા ગૌતમ (9.25 કરોડ), મોઇન અલી (7 કરોડ), ચેતેશ્વર પૂજારા (50 લાખ), કે ભગત વર્મા (20 લાખ), સી હરિ નિશાંત (20 લાખ), એમ હરિકરન રેડ્ડી (20 લાખ)
સનરાઈઝર્સ હૈદરાબાદ, કેદાર જાધવ હૈદરાબાદમાં !
કેદાર જાધવ (2 કરોડ ) મજીબ ઉર રહમાન ( 1.5 કરોડ ), જે સુચિત (30 લાખ)
હવે મેદાનમાં પસીનો પાડવાનો વારો !
આઠ ટીમ મેનેજમેન્ટ વચ્ચે અંદાજે સવા પાંચ કલાક સુધી ખેલાડીઓની હરાજી ચાલી હતી. સવા પાંચ કલાકે હરાજી પૂરી થઈ હતી એટલે કે આઈપીએલ સીઝન 14ની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તમામ ફ્રેન્ચાઈઝીએ પોતાની સ્ક્વોડ સેટ કરી લીધી છે હવે ખેલાડીઓને મેદાનમાં ઉતારવાનો વારો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત