Homeદે ઘુમા કેઆજની મેચ પહેલા હૈદરાબાદનો આધારભૂત ખેલાડી ટી.નટરાજન કોરોના પોઝિટિવ

આજની મેચ પહેલા હૈદરાબાદનો આધારભૂત ખેલાડી ટી.નટરાજન કોરોના પોઝિટિવ

Team Chabuk-Sports Desk: દિલ્હી કેપિટલ્સની વિરૂદ્ધ રમાનારા મેચની પૂર્વે સનરાઈઝર્સ હૈદરાબાદને ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બોલર ટી નટરાજન કોરોના સંક્રમિત થતા ફરી આઈપીએલ પર સંકટના વાદળો ઘેરાયા છે. જોકે નટરાજનના સંક્રમિત થવા છતાં બંને ટીમો પર તેની કોઈ અસર નહીં પડે અને આ મેચ તેના નિયત સમયાનુસાર જ રમાશે. હાલ નટરાજનને પૃથકવાસમાં મોકલી દેવામાં આવ્યો છે. આ સિવાય તેમના સંપર્કમાં જે પણ ખેલાડીઓ કે અન્ય લોકો આવ્યા છે તેમને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.

AD

નટરાજનના સંપર્કમાં આવેલા છ લોકોને મેડિકલ ટીમે આઈસોલેટ માટે મોકલ્યા છે. આ ખેલાડીઓમાં વિજય શંકર, ટીમના મેનેજર વિજય કુમાર, ફિઝીયોથેરેપિસ્ટ શ્યામ સુંદર, ડાયરેક્ટર અંજના વન્નાન, રસદ પ્રબંધક તુષાર ખેડકર અને નેટ પ્રેક્ટિસ માટેના બોલર પેરિયાસામી ગણેશનનો સમાવેશ થાય છે.

આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે દુબઈમાં મેચ રમાશે. જેમાં વોર્નરની ટીમને ટીમના આધારભૂત બોલર ટી નટરાજનની ઉણપ રહેવાની છે. નટરાજનના ન રમવાથી હવે વોર્નરની ટીમ દબાણમાં આવી ગઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ મેચ મહત્વનો છે. પ્રથમ સત્રમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ સાત મેચમાંથી માત્ર એક જ મેચ જીતી શકી હતી. હાલ સનરાઈઝર્સની ટીમ પોંઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાન પર છે.

AD

મે મહિનામાં કેટલાક ખેલાડીઓ અને સહયોગી સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એ પછી આઈપીએલ 2021ને 29 મેચ બાદ અધવચ્ચે જ સ્થગિત કરી દેવામાં આવી હતી. બોર્ડને બાકીના 31 મેચોને 19 સપ્ટેમ્બરથી રમાડવાનો નિર્ણય લીધો હતો. પહેલા ફેઝમાં ભારતમાં કોરોનાના ભયાવહ પરિણામને જોતા ટી ટ્વેન્ટી વિશ્વકપને પણ યૂએઈમાં જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટ આઈપીએલ બાદ યૂએઈ અને ઓમાનમાં થશે.

જણાવી દઈએ કે પ્રથમ ફેઝમાં અમિત મિશ્રા, ઋદ્ધિમાન સાહા, વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર, નીતિશ રાણા, દેવદત્ત પડિક્કલ, ડેનિયલ સેમ્સ અને અક્ષર પટેલ કોરોના પોઝિટિવ થયા હતા. એ પછી ચૈન્નઈના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી, ચૈન્નઈના સીઈઓ કાશી વિશ્વનાથન, મુંબઈના ટેલેન્ટ સર્ચ અધિકારી કિરણ મોરે અને સ્ટાફના કેટલાય સભ્યો કોરોના સંક્રમિત થયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments