Team Chabuk-International Desk: અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્ર પર હવે ખતરો છે. બુધવારના રોજ યૂએનજીએની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચેલા બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રી માર્સેલો ક્વેરોગા કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. તેઓ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોની સાથે ન્યૂયોર્ક ગયા હતા. જે મહાસભાના પ્રથમ વક્તા હતા.

બ્રાઝીલ સરકારે નિવેદનમાં મંગળવારના રોજ કહ્યું કે, ક્વેરોગાને કોરોના વાઈરસની વેક્સિન લાગી ચૂકી હતી અને બોલસોનારોની સાથે ગયેલા ડેલિગેશનમાં સંક્રમણનો ભોગ બનનારા બીજા વ્યક્તિ છે. હાલ ડેલિગેશનના અન્ય સભ્યોની પણ તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે અને તેમની રિપોર્ટ નેગેટિવ આવી છે. જણાવી દઈએ કે બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલસોનારોએ ખૂદ હજુ સુધી વેક્સિન લીધી નથી.

ઉલ્લેખનીય છે કે ક્વોરોગા સોમવારના રોજ રાષ્ટ્રપતિ બોલ્સોનારોની સાથે ન્યૂયોર્કના રસ્તામાં ભટકતા અને હોટલની બહાર પિત્ઝાની લિજ્જત માણતા દેખાયા હતા. આ સમયે તેમની સાથે ડેલિગેશનના કેટલાય અન્ય સભ્યો પણ હતા. બ્રાઝીલના રાષ્ટ્રપતિએ વેક્સિન ન લીધી હોવાથી તેમને ન્યૂયોર્કની કોઈ પણ હોટલમાં એન્ટ્રી નહોતી મળી. જેથી તેમણે બહાર ઉભીને જ ભોજન કર્યું હતું.

યૂએન મહાસભામાં ભાગ લીધા બાદ બોલ્સોનારોએ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે દ્વિપક્ષીય વાર્તા કરી હતી. આ બેઠકમાં માર્સેલો ક્વેરોગા પણ હાજર હતા. હવે તેઓ સંક્રમિત મળતા બ્રિટિશ પ્રધાનમંત્રી અને અધિકારીઓની સાથે સાથે યૂએન મહાસભામાં ભાગ લેવા માટે પહોંચેલા લોકોમાં પણ ડર ફેલાઈ ગયો છે. તેની પાછળનું કારણ એ છે કે આવશ્યકતા ન હોવા છતાં કેટલાક નેતાઓ અને મંત્રીઓએ બોલ્સોનારો અને માર્સેલોની સાથે વાતચીત કરી હશે. એવામાં કોરોના ફેલાવાનો ખતરો વધી જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત