Homeદે ઘુમા કેહાર્દિક સહિત આ ત્રણ ખેલાડી થઈ શકે છે IPLમાંથી બહાર, જાણો કારણ

હાર્દિક સહિત આ ત્રણ ખેલાડી થઈ શકે છે IPLમાંથી બહાર, જાણો કારણ

Team Chabuk-Sports Desk: IPL 2023ની શરૂઆત 31 માર્ચથી થવાની છે. આ સિઝનની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે. આ વખતે દરેક ટીમોને બે વિભાગમાં વહેંચવામાં આવી છે અને મેચોની સંખ્યા વધારીને 74 કરવામાં આવી છે. જો કે, IPL શરૂ થાય તે પહેલા જ પત્રકાર પરિષદ દરમિયાન ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડે કેટલાક ખુલાસા કર્યા છે.

જે મુજબ હાર્દિક સહિત આ 3 ખેલાડીઓ આઇપીએલ 2023માંથી બહાર થઇ શકે છે. તેઓ આ સિઝનની કેટલીક મેચ નહીં રમે. હાલમાં આ બાબતે ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડ દ્વારા મોટો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ ચર્ચા ચાલી રહી છે.

રાહુલ દ્રવિડ દ્વારા તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, આગામી વનડે વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા દરેક ખેલાડીઓ ફિટનેસ સાથે મેદાને ઉતરે તે ખૂબ જરૂરી છે. આવા કારણોસર આઇપીએલ 2023 દરમિયાન જો હાર્દિક, કોહલી અને રોહિત જેવા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થશે તો તેઓને તાત્કાલિક ટુર્નામેન્ટ માંથી બહાર કરવામાં આવશે.

હાર્દિક, રોહિત અને કોહલી જેવા ખેલાડીઓ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વના છે. તેઓની ફિટનેસ પણ ખૂબ જ મહત્વની છે. અમે સતત એનસીએ અને મેડિકલ ટીમ સાથે સંકળાયેલા રહીશું. જો કોઇ ખેલાડીની ફિટનેસ બગડશે તો તેને તાત્કાલિક ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવશે. બીસીસીઆઇ પાસે પહેલેથી જ આ અધિકાર રહેલો છે.

આઇપીએલ 2023 શરૂ થાય તે પહેલા જ ચાહકોને મોટો ઝટકો લાગ્યો હોય તેવું કહી શકાય છે. આ વખતે દરેકને જ કટોકટીની સ્થિતિમાં જોવા મળશે કારણ કે દરેક ટીમો દ્વારા મજબૂત ખેલાડીઓને ખરીદી કરવામાં આવી છે. આ વર્ષે એશિયા કપ અને વર્લ્ડ કપ બંને મોટી ટુર્નામેન્ટ રમાવાની છે. જેથી અત્યારથી જ વિશ્વની દરેક ટીમોએ સતત વનડે સિરીઝ રમવાનું શરૂ કર્યું છે.

છેલ્લા ઘણા સમયથી આઇપીએલ 2023ની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આઇપીએલ 2023નું સંપૂર્ણ શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા કેરલ ખાતે હરાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દરેક ટીમો દ્વારા ખેલાડીઓની ખરીદી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં એક ખરાબ અને મોટા સમાચાર સામે આવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments