Team Chabuk-National Desk: “રાહુલ ગાંધી બાળકો પેદા નથી કરી શકતા એટલા માટે લગ્ન નથી કરતા” કર્ણાટકના ભાજપના નેતા નલિન કુમાર કાતિલે રાહુલ ગાંધી વિશે આ વિવાદીત અને અપમાનજનક નિવેદન આપ્યું છે જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ અંગે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે અને નલિન કુમાર કાતિલનો વિરોધ નોંધાવ્યો છે.
કર્ણાટક ભાજપના અધ્યક્ષ નલિન કુમાર કતિલની જીભ સોમવારે પાર્ટીની વિજય સંકલ્પ યાત્રા દરમિયાન જાહેરસભાને સંબોધન કરતા લપસી હતી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી એટલા માટે લગ્ન નથી કરતા, કેમ કે તેઓ બાળકો પેદા કરી શકતા નથી.
આ અગાઉ તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયા લોકોને કોરોના વેક્સિન નહીં લગાવવા માટે બરાડા પાડતા હતા અને કહેતા હતા કે, વેક્સિન લગાવવાથી બાળકો નહીં થાય, પણ બંને નેતાએ પોતે તો વેક્સિન લગાવી લીધી હતી.
નલિન કુમાર કતિલે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કોંગ્રેસ સાંસદના લગ્ન નહીં કરવાનું કારણ જણાવતા આ વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે રાહુલ ગાંધી પર પોતાના દાવાના સાબિત કરવા માટે કર્ણાટક એમએલસી મંજૂનાથનો પણ હવાલો આપ્યો હતો.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ભાજપના નેતાઓના ટાર્ગેટ પર છે. હાલના દિવસોમાં રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદી અને અદાણી વચ્ચેના સંબંધોને લઈને સવાલો ઊભા કર્યા હતા, તે સમયે પણ તેમના પર જોરદાર પ્રહારો કર્યા હતા. હાલમાં રાહુલ ગાંધી ઈંગ્લેન્ડના દસ દિવસના પ્રવાસે છે. અહીં તેમણે કેમ્બ્રિજ વિવિમાં સ્પીચ આપી. તેના પર પણ ભાજપ ઘેરાવ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત