Team Chabuk-International Desk : થાઈલેન્ડમાં રહેનારા એક માછીમારની કિસ્મત પલટી ગઈ. 20 વર્ષીય ચાલેરમ્ચા મહાપનને સમુદ્ર કિનારેથી એક એવી વસ્તુ મળી જેના વિશે તેને કોઈ અંદાજો નહોતો. પણ જ્યારે તે આને ઘરે લઈને આવ્યો અને આ દુર્લભ ચીજ વિશે તપાસ કરી તો તે હેરાન થઈ ગયો. તેને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તે બે કરોનો માલિક બની ગયો છે.
ઘટના કંઈક એવી છે કે 6 જાન્યુઆરીના રોજ માછીમાર ચાલેરમ્ચા મહાપન સોંગખ્લાના સમીલા દરિયા કિનારે હાજર હતો. એ વખતે ખરાબ વાતાવરણના કારણે તે પોતાનો માછલી પકડવાનો ધંધો આટોપી ઘરે જવાની તૈયારીમાં જ હતો. એટલામાં તેની નજર રેતીમાં રહેલી સફેદ રંગની વસ્તુ પર પડી. એ દેખાવમાં એક પથ્થરની માફક લાગી રહી હતી. મહાપનને લાગ્યું કે આ કોઈ સામાન્ય પથ્થર હશે પણ જ્યારે તેણે આ પથ્થરને ધ્યાનથી જોયું તો ખૂબ અજીબ લાગી રહ્યું હતું. મહાપન તેને જોઈ ઉત્સુક થઈ ગયો અને ઘરે લઈ ગયો.

મહાપને એ પછી પોતાના ગામમાં રહેલા અનુભવી અને વરિષ્ઠ લોકોને આ વિશે પૂછ્યું. જેમણે આ પથ્થર વિશે કહ્યું કે એમ્બરગ્રીસ છે. એમ્બરગ્રીસ સ્પર્મ વ્હેલની આંતડીઓમાં પિત્ત નળીના સ્ત્રાવમાં બને છે. ઘણી વખત એ સમુદ્રના કિનારે તરતું જોવા મળે છે. અને ઘણી વાર એ મૃત વ્હેલના પેટમાંથી પણ મળી આવે છે. આ ખૂબ જ દુર્લભ હોય છે કારણ કે એક ટકા વ્હેલ જ તેને બનાવી શકે છે. જેના કારણે એમ્બરગ્રીસની કિંમત પણ બજારમાં ઘણી વધારે હોય છે.

આ સ્પર્મ વ્હેલની આંતરડીમાંથી નીકળનારા સ્લેટી ટલે કે કાળા રંગનો એક જ્વલનશીલ પદાર્થ હોય છે. એ વ્હેલના શરીરની અંદર તેની સુરક્ષા માટે પેદા થાય છે. જેથી તેના આંતરડાને સ્કિવ્ડની ધારદાર ચાંચથી બચાવી શકાય. એમ્બરગ્રીસને ઘણા વૈજ્ઞાનિકો વ્હેલની ઉલટી તરીકે જણાવે છે. તો ઘણા તેને વ્હેલનું મળ પણ કહે છે. ઘણી વખત આ પદાર્થ રેક્ટમ દ્વારા બહાર આવે છે. જોકે ઘણી વખત આ પદાર્થનું કદ મોટું હોવાના કારણે વ્હેલ તેને ઉલટી મારફતે બહાર કાઢી નાખે છે.

વ્હેલની અંદરથી નીકળનારા આ પદાર્થની સુગંધ ધ્રાણેન્દ્રિયોને હચમચાવી નાખે છે. સુકાયા પછી તેમાંથી સ્વીટ અને ફંકી પ્રકારની સુગંધ આવે છે. એમ્બ્રીન મોલેક્યૂલના ચાલતા એ ઘણા લાંબા સમય સુધી ચાલે છે. આ જ કારણ છે કે એમ્બરગ્રીસનો ઉપયોગ મોંઘા પરફ્યૂમ માટે થાય છે. જેની વિશ્વમાં ખૂબ જ માગ રહેલી છે. મહાપનના ભાગમાં 7 કિલોનો એમ્બરગ્રીસ લાગ્યો છે. જેની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 કરોડ રૂપિયા છે. તેને આ એમ્બરગ્રીસ વેચવાની કોઈ ઉતાવળ નથી અને તે આને આંતરાષ્ટ્રીય બજારમાં વેચવા માગે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત