Team Chabuk-Tech Desk: પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવાઈ હતી. એટલે કે, હવે જો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક નથી તો તમારી પાસે ઓછો સમય બચ્યો છે. જલદીથી ચેક કરી લો અને જો આધાર-પાન લિંક ન હોય તો કરી દો.
31મી માર્ચ 2023 સુધીમાં આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરાવી શકાશે. જેનો 1000 રૂપિયા દંડ પણ ભરવો પઢશે. જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે.
પાન કાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
પાન કાર્ડ આધાર કાર્ડ લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે. (aadhar card pan card link status)
STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.
STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખીને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.

જો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક હશે તો તેમા ઉપર મુજબની તસવીર પ્રમાણે સૂચના આવશે. જો લિંક નહીં હોય તો લિંક આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરવાની સૂચના મળશે. આધાર-પાન કાર્ડ લિંક કરવા માટે તમારે નીચે મુજબના પગલાં લેવા પડશે.
PANને આધાર સાથે લિંક કરવાની રીત
1) Income Tax e-filing વેબસાઈટ દ્વારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ
STEP 1: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.
STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.
STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.
STEP 4: ત્યાર બાદ જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લીંક નહીં કરી શકશો.
STEP 5: ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. (pan card link with aadhar card)
STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે
STEP 7: OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.
SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવું
SMS મોકલીને PANને આધાર સાથે લિંક કરવા.
STEP 1: તમારા મોબાઇલ પર UIDPAN 12-અંકનો આધાર 10-અંકનો PAN લખો
STEP 2: તેને 567678 અથવા 56161 પર મોકલો
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી?
STEP 1: સૌપ્રથમ https://www.incometax.gov.in/iec/foportal/ income tax પોર્ટલ પાન આધાર લિંક કરવાની વિનંતી સબમિટ કરવા વેબસાઈટ પર જવાનું રહેશે.
STEP 2: ત્યાર બાદ તમારે e-Pay Tax બટન પર ક્લિક કરવાનું રહેશે.
STEP 3: ત્યાર બાદ તમારે પહેલા ઓપ્શન Income Tax માં Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.
STEP 4: ત્યાર બાદ Assessment Year 2023-24 એટલે આવતું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. અને Type of Payment માં તમારે Other Receipt 500 સિલેક્ટ કરવાનું રહેશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે
STEP 5: પછી તમારી સામે ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તે જોવા મળશે. અત્યારે 1000 પેમેન્ટ કરવાનું છે તો તે આવશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.
STEP 6: ત્યાર બાદ તમારી સામે પેમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેવી રીતે પેમેન્ટ કરવા માંગો છો તેનાથી પેમેન્ટ કરી શકો છો (નેટ બૅન્કિંગ , Debit card , Credit Card, Payment gateway)
STEP 7: ત્યાર બાદ તમારે ચેકબોકસ સિલેક્ટ કરી ને Submit to Bank બટન પર ક્લિક કરવાનું રહેશે.
પછી તમારું Payment successfull થઈ જશે અને મેસેજ પણ જોવા મળશે અને તમે પેમેન્ટ રીસિપ્ટ પણ Download કરી શકો છો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત