Homeગામનાં ચોરેપત્નીએ ઘરે કંઈક એવું કહી દીધું કે 456 કિલોમીટર લાંબી વોક પર...

પત્નીએ ઘરે કંઈક એવું કહી દીધું કે 456 કિલોમીટર લાંબી વોક પર પતિદેવ નીકળી ગયા

આપણે ત્યાં એક કહેવત છે કે ઘર હોય ત્યાં વાસણ તો ખખડે. એટલે કે ઘર હોય ત્યાં નાના-મોટા ઝઘડા તો થતાં જ હોય છે. નાની-મોટી વાતોને લઈને વિવાદ થતો રહે છે. જો કે, વાત ગંભીર ત્યારે બને છે જ્યારે આ ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે.

ક્રોધ એ આપણો સૌથી મોટ દુશ્મન છે. કેટલાક લોકો માને છે કે, જ્યારે ક્રોધ આવે તો થોડીવાર માટે મન શાંત કરવું. મન શાંત કરવા માટે  ગમતી વસ્તુઓ કરવી અથવા તો એ જગ્યા થોડીવાર માટે છોડી દેવી જ્યાં વાતાવરણ ઉગ્ર હોય.

આવી જ એક ઘટના ઈટાલીમાં બની છે. જ્યાં એક યુવકનો પત્ની સાથે ઝઘડો થયો. વાતાવરણ ઉગ્ર બનતા તે ઘરેથી નીકળ્યો અને મન શાંત કરવા માટે 456 કિલોમીટર ચાલી ગયો. જો પોલીસે તેને અટકાવ્યો ન હોત તો 456 કિલોમીટરનો આંકડો હજુ વધી ગયો હોત.

એક ખાનગી રિપોર્ટ મુજબ આ ઘટના ઈટાલીના કોમા શહેરની છે. જે સ્વીત્ઝરલેન્ડ નજીક આવેલું છે. પત્ની સાથે ઝઘડો થયા બાદ આ યુવક ઘરેથી પગપાળા જ નીકળી ગયો. કોમા શહેરથી તે ચાલતો ચાલતો ફોનો શહેરથી 30 કિલોમીટર દૂર આવેલા એડ્રિએટિક પહોંચી ગયો હતો. કોમાથી ફોનોનું અંતર 426 કિલોમીટર છે. ત્યાંથી એડ્રિએટિક 30 કિલોમીટર એટલે કે આ યુવક મન શાંત કરવા માટે 456 કિલોમીટર ચાલ્યો. 456 કિલોમીટર ચાલતા તેને એક અઠવાડિયું થયું. એટલે કે તે એક દિવસમાં સરેરાશ 64 કિલોમીટર ચાલ્યો. 

એડ્રિએટિકમાં રાત્રે 2 વાગ્યે પોલીસે આ યુવકને ચાલતો જોયો. જેથી તેની અટકાયત કરાઈ હતી. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે તપાસ કરતા યુવકની વાત સાચી નીકળી હતી. તે  ઘરેથી પત્ની સાથે ઝઘડાના કારણે જ ચાલતો થઈ ગયો હતો. પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, યુવકની પત્નીએ પતિના ગુમ થવા અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.

યુવકે શું કહ્યું ?

‘પત્ની સાથે ઝઘડો થયો હતો જેથી મન બહું અશાંત થઈ ગયું હતું. દિલ અને દિમાગને શાંત કરવા માટે હું ઘરેથી પગપાળા જ નીકળી ગયો હતો. હું અહીં સુધી પગપાળા પહોંચ્યો છું કોઈ વાહનનો ઉપયોગ નથી કર્યો. રસ્તામાં કેટલાક લોકોને મળ્યો હતો તેમણે મને ખાવા-પીવાની વ્યવસ્થા કરી દીધી હતી. બસ થોડો થાક છે.’ તેણે કહ્યું કે ગુસ્સામાં આટલું બધુ ચાલી ગયો તેનો મને કોઈ અહેસાસ જ ન થયો.

યુવકને 485 ડૉલરનો દંડ

યુવકને પોલીસે 485 ડૉલરનો દંડ પણ ફટકાર્યો છે. તેના પર લૉકડાઉન અને કર્ફ્યૂ ભંગનો આરોપ છે. ઈટાલીમાં હાલ કોરોનાનું સમક્રણ ફરી વધ્યું છે. ઈટાલીમાં રાત્રે 10થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહે છે. હાલ ઈટાલીમાં સોશિયલ મીડિયા પર આ શખ્સની જ ચર્ચા થઈ રહી છે.

ઈટાલીના લોકોએ આ વ્યક્તિને ‘ફોરેસ્ટ ગમ્પ’ નામ આપ્યું છે. જે ટોમ હેન્ક્સની બહુચર્ચિત ફિલ્મનું નામ છે. તો કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર આ શખ્સને હિમ્મતવાળો ગણાવ્યો છે. સાથે જ દંડ ફટકારાયો તે વાતની નિંદા પણ કરી છે. આમ, એક વ્યક્તિ પત્ની સાથે ઝઘડો ન કરવા અને મનને શાંત કરવા માટે ઘરેથી નીકળી ગયો. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments