Homeદે ઘુમા કેOlympic 2024: ભારતે હોકીમાં સ્પેનને 2-1થી હરાવી બ્રોન્ઝ મેળવ્યો, જીત્યા બાદ મનાવ્યો...

Olympic 2024: ભારતે હોકીમાં સ્પેનને 2-1થી હરાવી બ્રોન્ઝ મેળવ્યો, જીત્યા બાદ મનાવ્યો આવી રીતે જશ્ન

Team Chabuk-Sports Desk: પેરિસ ઓલિમ્પિકમાં વધુ એક મેડલ ભારતના નામે થયું છે. ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતે સ્પેનને 2-1થી હરાવ્યું છે. બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. હરમનપ્રીત સિંહ 10 ગોલ સાથે ટુર્નામેન્ટનો ટોપ સ્કોરર પણ છે.

આ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ મેચ ગોલકીપર શ્રીજેશની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. તેણે ઓલિમ્પિક પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. શ્રીજેશે બ્રિટન સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં 11 પેનલ્ટી કોર્નર બચાવ્યા હતા. આ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી, જેમાં તેણે 2 શાનદાર સેવ કર્યા.

ભારતીય ટીમે ઓલિમ્પિકમાં સતત બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટોકિયોમાં ભારતે જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હોકી માટે ઓલિમ્પિકમાં આ 13મો મેડલ છે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. ઉપરાંત પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું, ‘આ એક એવી ઉપલબ્ધિ છે જેને આવનારી પેઢીઓ યાદ રાખશે. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે વધુ ખાસ છે કારણ કે ઓલિમ્પિકમાં આ તેમનો સતત બીજો મેડલ છે, તેમની સફળતા કૌશલ્ય, દ્રઢતા અને ટીમ ભાવનાની જીત છે. તેમણે ખૂબ જ હિંમત અને સ્થિતિસ્થાપકતા બતાવી. ખેલાડીઓને અભિનંદન. દરેક ભારતીયનું હોકી સાથે ભાવનાત્મક જોડાણ છે અને આ સિદ્ધિ આપણા દેશના યુવાનોમાં રમતને વધુ લોકપ્રિય બનાવશે.

hockey

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments