Homeગામનાં ચોરેએમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસની 10 મિનિટની અંતરિક્ષ યાત્રાએ ઇતિહાસ રચ્યો

એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસની 10 મિનિટની અંતરિક્ષ યાત્રાએ ઇતિહાસ રચ્યો

Team Chabuk-International Desk: વિશ્વની નામાંકિત ઈ-કોમર્સ કંપની એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસે (Jeff Bezos) 10 મિનિટની અંતરિક્ષ યાત્રા કરીને ઇતિહાસ રચી દીધો છે. જેફ બેજોસની સ્પેસ કંપની બ્લૂ ઓરિજિન (Blue Origin)નું રોકેટ ન્યૂ શેફર્ડ (new Shepard) ચાર યાત્રિકો સાથે અંતરિક્ષની સુરક્ષિત યાત્રા કરીને પરત આવી ગયું છે. ભારતીય સમય મુજબ આજે સાંજે 6.45 વાગ્યે વેસ્ટ ટેક્સાસની બ્લૂ ઓરિજિન લોન્ચ સાઈટ પરથી આ અંતરિક્ષ યાત્રા શરૂ થઈ હતી. આ યાત્રામાં જેફ બેજોસ સહિત ચાર યાત્રિ સામેલ હતા. ચારેય અંતરિક્ષ યાત્રિકોએ ઝીરો ગ્રેવિટીનો આનંદ લીધો અને 10 મિનિટ બાદ 6.52 મિનિટે તેઓ ધરતી પર સુરક્ષિત રીતે પહોંચી ગયા છે.

6.50 વાગ્યે રોકેટનો પ્રથમ હિસ્સો સફળતાપૂર્વક ધરતી પર પરત ફર્યો હતો ત્યાર બાદ બે મિનિટ પછી કેપ્સૂલ પણ સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. અંતરિક્ષની આ યાત્રામાં એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ, તેમના ભાઈ માર્ક, 82 વર્ષના વેલી ફંક અને 18 વર્ષના ઓલિવર ડેમેન સામેલ હતા. જેફ બેજોસ અને તેમની ટીમ જે રોકેટ શિપથી અંતરિક્ષમાં ગયા હતા તે ઓટોનોમસ હતું એટલે કે તેમાં પાયલટની જરૂરિયાત રહેતી નથી. આ રોકેટ શિપના કેપ્સૂલમાં 6 સીટ હોય છે. પરંતુ આ યાત્રામાં ચાર યાત્રિકો જ હતા.

ન્યૂ શેફર્ડ નામના આ રોકેટની અત્યાર સુધીમાં કૂલ 15 ફ્લાઈટ્સ સફળ રહી છે. પરંતુ અત્યાર સુધી તેમાં કોઈ યાત્રિકે સફર કરી નહતી. અંતરિક્ષમાં જવા માટે 20 જુલાઈનો દિવસ પસંદ કરવા પાછળ પણ એક ખાસ કારણ માનવામાં આવે છે. જેફ બેજોસે આ દિવસ એટલા માટે પસંદ કર્યો કેમ કે, એપોલો 11 સ્પેસશિપ મારફતે નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિન આજથી 52 વર્ષ પહેલા 1969માં ચંદ્ર પર પહોંચ્યા હતા.

જેફ બેજોસની સ્પેસ કંપની બ્લૂ ઓરિજિને રવિવારે કહ્યું હતું કે, તેમની કંપનીની પ્રથમ હ્યુમન સ્પેસ ફ્લાઈટ અંતરિક્ષમાં જવા માટે તૈયાર છે. આ યાત્રિકો પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટર ઉપર કારમન લાઈન સુધી જશે અને ત્યારબાદ સુરક્ષિત પરત ફરશે. આ સંપૂર્ણ યાત્રાનો સમય 10 થી 12 મિનિટનો રહેશે.

જેફ બેજોસની આ અંતરિક્ષ યાત્રાએ ઇતિહાસ રચી દીધો છે. બ્લૂ ઓરિજિનની પ્રથમ પાયલટ વગરની સબઓર્બિટલ ફ્લાઈટ બની ગઈ છે, જેમાં સામાન્ય નાગરિક સવાર થઈને અંતરિક્ષમાં પહોંચ્યા છે. આ અંતરિક્ષ યાત્રાથી સૌથી વૃદ્ધ અને સૌથી નાની વયના અંતરિક્ષયાત્રીનો પણ રેકોર્ડ બની ગયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments