Team Chabuk-National Desk: ઝારખંડના પાકુડમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં કુલ 15 લોકોના મોત થયા અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. બસમાં અંદાજે 40થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. પાકુડથી દુમકા જતી લિટ્ટીપાડા-અમડાપાડા રોડ પર પડેરકોલા પાસે અચાનક ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક ધડાકાભેર બસ સાથે અથડાઈ હતી.ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીના ફુરચા ઊડી ગયા હતા.બસમાં બેઠેલા લોકો અંદર જ ફસાઈ ગયા હતા. જેમને ક્રેનની મદદથી જ ફસાયેલા લોકો અને મૃતદેહોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ કૃષ્ણા રજત બસ અને LPG સિલિન્ડર્સ ભરેલી ટ્રક એટલી જોરથી અથડાઈ હતી કે બંને ગાડીના ફૂરચા ઉડી ગયા હતા. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે જ્યારે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવાયા છે.
અકસ્માત સર્જાતા જ લોકોની ચિચિયારી સાંભળી સૌથી પહેલાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
દુર્ઘટનાની તપાસ કરવા પહોચેલા પોલીસ અધિકારીઓનું માનવું છે કે, કદાચ આ એક્સિડન્ટ ધુમ્મસના કારણે થયો હશે. ટ્રક ચાલકને સામેથી આવતી બસ દેખાઈ નહીં હોય. તેથી તેણે સીધી બસને ટક્કર મારી દીધી હશે. હાલ આ અકસ્માત મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ પોલીસને મૃતકોની ઓળખ કરી ઝડપી કામગીરી કરવાના નિર્દેશ આપ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત