Homeગામનાં ચોરેત્રણ વર્ષના બાળકની આંખમાં કાતર ઘૂસી ગઈ ! પછી શું થયું...

ત્રણ વર્ષના બાળકની આંખમાં કાતર ઘૂસી ગઈ ! પછી શું થયું ?

Team Chabuk-National Desk: રાજસ્થાનના નાગૌર શહેરમાં રમતાં-રમતાં ત્રણ વર્ષના બાળકના આંખમાં કાતર ઘૂસી ગઈ હતી. સદનસીબે આ બાળકની આંખની દ્રષ્ટી સલામત છે. ડૉક્ટરે ઓપરેશન કરી બાળકની આંખમાંથી કાતર કાઢી હતી અને તેની આંખ બચાવી લીધી હતી.

રમતાં રમતાં બાળક સાથે આ દુર્ઘટના બની હતી. બાળકે ચીસ પાડતાં જ પરિવારના સભ્યોનું ધ્યાન બાળક તરફ ગયું હતું. બાદમાં ગંભીર સ્થિતિમાં બાળકને અજમેરની જેએલએન હોસ્પિટલમાં લઈ જવાયું હતું. જ્યાં 10 મિનિટના ઓપરેશન પછી કાતરને બહાર કાઢી લેવામાં આવી હતી. હાલ બાળક સ્વસ્થ છે.

ઘટના સોમવારની મોડી રાતની છે. ગજેન્દ્ર નામનું બાળક ઘરમાં રમી રહ્યું હતું. આ દરમિયાન રમતાં-રમતાં કાતરનો આગલો ભાગ લગભગ 6 સેન્ટીમીટર સુધી તેની આંખની નીચે ઘૂસી ગયો હતો. કાતર આંખમાં જતાં જ બાળક જોરજોરથી રડવા લાગ્યું હતું. ખૂબ જ ગંભીર સ્થિતિમાં તેને લઈને પરિવારના સભ્યો હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

હોસ્પિટલમાં આંખના નિષ્ણાત ડૉક્ટર દેવેન્દ્ર શર્માએ બાળકની સ્થિતિ જોઈને ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું અને 10 મિનિટમાં જ બાળકની આંખમાંથી કાતર કાઢી લેવામાં આવી હતી.

ડો.દેવેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, પોસ્ટ સર્જરી પછી બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જોકે પરિવારને કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે પરિવારના સભ્યો ઘણા ડરી ગયા હતા. આંખના નીચેના ભાગમાં 6CM સુધી કાતર ઘૂસી ગઈ હતી. બાળકની અસ્કિલેરા ખૂબ જ ડેમેજ થઈ હતી. જોકે સદનસીબે આંખને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments