Homeગામનાં ચોરે49મા ચીફ જસ્ટિસ તરીકે ઉદય ઉમેશ લલિતે લીધા શપથ, જાણો વકીલમાંથી CJI...

49મા ચીફ જસ્ટિસ તરીકે ઉદય ઉમેશ લલિતે લીધા શપથ, જાણો વકીલમાંથી CJI બનેલા યુ.યુ.લલિત કોણ છે ?

Team Chabuk-National Desk: 49મા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે ઉદય ઉમેશ લલિતે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ લલિતને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ સમારોહમાં સામેલ થયા હતા. ન્યાયમૂર્તિ લલિત અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે સેવા આપનારા ન્યાયમૂર્તિ એન વી રમના પણ હાજર રહ્યા હતા. એન વી રમના શુક્રવારે CJI ના પદેથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ હવે જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે પદભાર સંભાળ્યો છે. 

102 વર્ષથી ઉદય ઉમેશ લલિતનો પરિવાર વકિલાતના વ્યવસાયમાં છે. જસ્ટિસ યુ યુ લલિતના દાદા મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં વકીલાત કરતા હતા. તેમના પિતા ઉમેશ રંગનાથ લલિત જે હવે 90 વર્ષના છે તેઓ પણ જાણીતા વકીલ રહી ચૂક્યા છે. તેઓ બોમ્બે હાઈકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના પત્ની અમિતા લલિત શિક્ષણવિદ છે. જે નોઈડામાં એક સ્કૂલ ચલાવે છે.

જસ્ટિસ લલિતના બે પુત્ર છે શ્રીયસ અને હર્ષદ. શ્રીયસ વ્યવસાયે વકીલ છે જે IIT ગુવાહાટીથી મિકેનિકલ એન્જિનિયર છે અને તેમના પત્ની રવીના પણ વકીલ છે. જ્યારે હર્ષદ વકીલાતમાં નથી અને તેઓ પત્ની રાધિકા સાથે અમેરિકામાં રહે છે. હર્ષદ હાલ પત્ની સાથે અમેરિકાથી દિલ્હી આવ્યા છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિત જ્યારે દિલ્હી આવ્યા ત્યારે મયૂર વિહારના બે રૂમના ફ્લેટમાં રહેતા હતા. પરંતુ ત્યારબાદ તેઓ દેશના ટોપ ક્રિમિનલ વકીલોમાં સામેલ થયા. તેઓ હાઈ પ્રોફાઈલ કેસમાં પણ હાજર રહ્યા. એટલે સુધી કે 2જી કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે તેમને સ્પેશિયલ પીપી નિયુક્ત કર્યા હતા. 

2014માં વકીલમાંથી તેઓ સીધા સુપ્રીમ કોર્ટના જજ બન્યા. તેઓ અત્યાર સુધીના ઈતિહાસમાં બીજા એવા CJI છે જેઓ સુધી વકીલમાંથી સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા. આકરી મહેનત અને અપરાધિક કેસોમાં તેમની પકડ છે અને તેઓને હવે દેશની ન્યાયપાલિકાના ચીફ જસ્ટિસ બનાવ્યા છે. જો કે તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો રહેશે. CJI તરીકે જસ્ટિસ લલિત તે કોલેજિયમનું નેતૃત્વ કરશે જેમાં જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ કૌલ, જસ્ટિસ નઝીર, અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જી સામેલ હશે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments