Homeગામનાં ચોરેધડામ... 9 સેકન્ડમાં 32 માળની ઈમારત જમીનદોસ્ત, જુઓ વીડિયો

ધડામ… 9 સેકન્ડમાં 32 માળની ઈમારત જમીનદોસ્ત, જુઓ વીડિયો

Team Chabuk-National Desk: બે દિવસથી જેની ચર્ચા ચાલી રહી હતી તેવા નોઈડાના ટ્વિન ટાવરને આજે રવિવારે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. નોઈડાના સેક્ટર 93 A માં 32 માળના સુપરટેક ટ્વિન ટાવરને આજે બપોર 2.30 વાગે તોડી પાડવામાં આવ્યું છે. સુપરટેક ટ્વિન ટાવર માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયું હતું. આ ઇમારતને તોડવા માટે 3700 કિલો વિસ્ફોટક અલગ-અલગ ફ્લોર પર લગાવવામાં આવ્યો હતો. એકા ત્યારે આ ટાવરના જમીનદોસ્ત થતા જ ધૂળની ડમરી ઉડવા લાગી હતી.

સેક્ટર 93 એમાં બનેલા 103 મીટર ઉંચા એપેક્સ અને 97 મીટર ઉંચા ટ્વિન ટાવરને જમીનદોસ્ત કરવા માટે 3700 કિલો વિસ્ફોટક વાપરવામાં આવ્યો હતો. 32 માળની ઇમારત તૂટવામાં માત્ર 9 સેકન્ડનો સમય લાગ્યો હતો. વિસ્ફોટ બાદ ધૂળની ડમરીઓ ઉડવા ઉડી હતી. આ ધૂળની ડમરીઓ 3 કિલોમીટરની ત્રિજ્યાની અંદર ફેલાઈ ગઈ હતી. સુરક્ષાની દ્રષ્ટીએ અમરાલ્ડ કોર્ટ અને આસપાસની સોસાયટીના ફેલ્ટ ખાલી કરાવાયા હા. આ ઉપરાંત લગભગ 3 હજાર વાહન અને 200 પશુઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. એડફિસ એન્જિનિયરિંગના પ્રોજેક્ટ મેનેજર મયુર મહેતાએ જણાવ્યું કે પોલીસની મંજૂરી મળ્યા બાદ બપોરે અઢી વાગે ટ્રિગર દબાવવામાં આવ્યું હતુ.

આસપાસના વિસ્તારમાં ધૂળના વાદળો છવાયા છે. વિસ્ફોટના માત્ર 9 સેકન્ડ બાદ જ આખી ઈમારત માટીમાં ફેરવાઈ ગઈ હતી. પરંતુ કેટલાક કિલોમીટર સુધી ધૂળની ચાદર છવાઈ ગઈ છે. સ્થળ પર પાણીની ટાંકીઓમાંથી સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે. બ્લાસ્ટ બાદ ઉડેલી ધૂળને શાંત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા સ્મોગ ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments