Homeગામનાં ચોરેગાંધીજી વિરુદ્ધ ટિપ્પણી કરનાર કાલીચરણ મહારાજની ધરપકડ

ગાંધીજી વિરુદ્ધ ટિપ્પણી કરનાર કાલીચરણ મહારાજની ધરપકડ

Team Chabuk-National Desk: રાયપુરની ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની ધરપકડ કરી લેવામાં આવી છે. રાયપુર પોલીસે ખજુરાહોની એક હોટલમાંથી કાલીચરણ મહારાજની ધરપકડ કરી છે. ધરપકડ બાદ કાલીચરણને બપોર સુધીમાં પોલીસ રાયપુર લઈને આવશે. મહત્વનું છે કે, કાલીચરણ મહારાજ સામે ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. 

ટિપ્પણી બદલ પસ્તાવો નથી

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા મુદ્દે કેસ દાખલ થયા બાદ કથિત ધર્મગુરુ કાલીચરણ મહારાજે કહ્યું હતું કે, તેઓને આ નિવેદન બદલ કોઈ પસ્તાવો નથી. અહીંના રાવણભાઠા મેદાનમાં રવિવારે સાંજે બે દિવસની ધર્મ સંસદના અંતિમ દિવસે કાલીચરણે પોતાના ભાષણ દરમિયાન ગાંધીજી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને તેમના હત્યારા નથુરામ ગોડસેની પ્રશંસા કરી હતી. 

આજે ધરપકડ પહેલાં રાયપુરમાં પોતાના વિરુદ્ધ કેસ દાખલ થયા બાદ કાલીચરણે એક વીડિયો બહાર પાડીને પોતાની ટિપ્પણીઓને યોગ્ય ઠેરવી છે. વીડિયોમાં કાલીચરણે કહ્યું કે ‘ગાંધી વિશે અપશબ્દ બોલવા બદલ મારી સામે ફરિયાદ દાખલ થઈ છે. મને તેનો કોઈ પસ્તાવો નથી.’ તેમણે કહ્યું કે ‘હું ગાંધીને રાષ્ટ્રપિતા માનતો નથી. જો સાચું બોલવાની સજા મૃત્યુ હોય તો મને તે સ્વીકાર્ય છે.’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments