Homeદે ઘુમા કેકેન વિલિયમસનનો વિશ્વકપની ફાઈનલનો આ રેકોર્ડ એક કલાકમાં જ તૂટી ગયો

કેન વિલિયમસનનો વિશ્વકપની ફાઈનલનો આ રેકોર્ડ એક કલાકમાં જ તૂટી ગયો

Team Chabuk-Sports Desk: કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડની ટીમ સતત ત્રીજી વખત આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલ રમવા માટે મેદાન પર ઉતરી હતી. જેમાંથી એક માત્ર વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપ જીતી ગઈ, જ્યારે 2019ના વિશ્વકપની ફાઈનલ અને ગઈકાલ રાત્રે યોજાયેલી T20I વિશ્વકપની ફાઈનલમાં ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 172 રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાની સામે રાખ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ શેષ સાત બોલ બાકી રહેતા આઠ વિકેટથી મેચ જીતી લઈ વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ ફરી એક વખત ટૂંકા ફોર્મેટમાં ખિતાબ મેળવવાથી દૂર રહી ગઈ હતી.

જોકે આ વખતે કેન વિલિયમસન અને તેની ટીમના સાથી ટ્રેંટ બોલ્ટે કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. જોકે એક દુર્ઘટના પણ કેન વિલિયમસનની સાથે જ બની છે. તેનો કિર્તીમાન માત્ર એક કલાક સુધી જ ટક્યો હતો અને બાદમાં વિરોધી ટીમ ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ માર્શે તેને આરામથી તોડી નાખ્યો હતો.

આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમની શરુઆત સારી નહોતી રહી. ગત મેચનો હીરો ડેરિલ મિચેલ માત્ર 11 રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો અને પછી ટી ટ્વેન્ટીની જગ્યાએ ટેસ્ટ રમવા લાગેલા વિસ્ફોટક બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ 28 રન બનાવી આઉટ થયો હતો. ચોથા નંબર પર ઉતરેલા ગ્લેન ફિલિપ્સે 18 રનનું યોગદાન આપ્યું હતું. જોકે સૌથી વધારે યાદગાર અને પ્રશંસનીય ઈનિંગ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનની રહી હતી. ચોથી ઓવરથી સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવાની હઠ લઈ મેદાન પર ઉતરેલા કિવી કેપ્ટન કેન વિલિયમસન 18મી ઓવરમાં આઉટ થયા હતા. જો આઉટ ન થાત તો ફાઈનલની પ્રથમ સદી પણ તેના નામે હોત, તેમાં કોઈ સંશય નથી.

કેન વિલિયમસને આઉટ થતાં પહેલા 48 બોલમાં 85 રન કરી નાખ્યા હતા. ઈનિંગમાં તેણે દસ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. વિલિયમસને માત્ર 32 બોલમાં પોતાનું અર્ધ શતક પણ પૂર્ણ કર્યું. કોઈ ટી ટ્વેન્ટી વિશ્વકપની ફાઈનલમાં ફટકારાયેલ આ સૌથી ઝડપી અડધી સદી હતી. કેનની આ ફિફ્ટીના આધાર પર જ ન્યૂઝીલેન્ડ 172 રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયા સામે રાખી શકી હતી. જોકે આ રન પણ તેની ટીમને પ્રથમ વખત ટી ટ્વેન્ટી વિશ્વકપ ચેમ્પિયન નહોતા બનાવી શક્યા.

advertisement-1

જવાબી કાર્યવાહીમાં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવી જીત પ્રાપ્ત કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટર ડેવિડ વોર્નરે 38 બોલમાં 53 રન ફટકાર્યાં હતા. મિચેલ માર્શે 50 બોલમાં 77 રનની મહત્વની ઈનિંગ રમી હતી. ઈનિંગમાં તેણે છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારી માત્ર 31 બોલમાં હાફ સેન્ચુરી પૂર્ણ કરી. અને આ સાથે એક કલાકની અંદર અંદર જ વિલિયમસનનો કિર્તીમાન તોડી નાખ્યો હતો.

જોકે વિલિયમસને ટોસની સાથે જ એક બીજો મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ટીમ એનાઉન્સ થતાં જ વિલિયમસન અને ટ્રેંટ બોલ્ટ એવા ખેલાડી બની ચૂક્યા છે, જે ત્રણ અલગ અલગ ફોર્મેટમાં આઈસીસી ફાઈનલ રમ્યા હોય. આ બંનેએ 14 જુલાઈ 2019ના રોજ વનડે વર્લ્ડકપની ફાઈનલ રમી હતી અને જૂન 2021માં સાઉથહેમ્પટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પણ રમી હતી. 2021 ટી ટ્વેન્ટી વિશ્વકપની ફાઈનલ એ એમની ત્રીજી આઈસીસી ટૂર્નામેન્ટ હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments