Homeગામનાં ચોરે16 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મની ક્રૂરતા જોઈ પોલીસ પણ હચમચી ગઈ

16 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મની ક્રૂરતા જોઈ પોલીસ પણ હચમચી ગઈ

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં સામૂહિક દુષ્કર્મની એક અરેરાટી ઉપજાવતી ઘટના સામે આવી છે. આરોપીઓએ આચરેલી ક્રૂરતાને જોઈ પોલીસ પણ ચોંકી ગઈ છે. 14 કલાક બાદ ગાયબ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાય ગઈ હતી. તેના મોઢામાં નાખેલું કપડું અને શરીરના વિભિન્ન ભાગોમાં ઈજાના નિશાન જોઈ તેમની હેવાનિયત પર પોલીસે ફિટકાર વરસાવી હતી.

આ સમગ્ર ઘટના બરખેડા પોલીસ વિસ્તારના ગામની છે. જ્યાં ધોરણ 12ની 16 વર્ષીય વિદ્યાર્થિની શનિવારે સવારે પોણા સાત વાગ્યે કોચિંગ માટે ઘરેથી નીકળી હતી. જોકે તે કોચિંગ પણ ન પહોંચી અને કોચિંગ બાદ શાળામાં પણ ન પહોંચી. જ્યારે સાંજના સાડા પાંચ વાગ્યે એ ઘરે પરત ન ફરી તો પરિવારજનોને ચિંતા થઈ.

પરિવારના લોકોએ પહેલા તેની બહેનપણીઓ અને શિક્ષકોને પૂછ્યું, પણ જ્યારે કંઈ ખબર ન પડી ત્યારે રાતના નવ વાગ્યે પોલીસને સૂચિત કરવામાં આવ્યા. પરિવારજનોએ ગામના જ યુવક સચિનની વિરૂદ્ધ તેમની પુત્રીને ભોળવી ને ભગાડી જવાનો આક્ષેપ નાખતી ફરિયાદ દાખલ કરાવી.

advertisement-1

એ પછી ગામમાં ફરીથી વિદ્યાર્થિનીને શોધવા માટે કવાયત તેજ કરવામાં આવી. રાતના 11 વાગ્યે ગામની બહાર નહેરમાં શેરડીના ખેતરમાં નગ્ન અવસ્થામાં વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો. તેના મોઢામાં કપડું નાખેલું હતું. પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેના શરીર અને મોઢાના ભાગમાં ઈજાના નિશાન હતા.

સ્કૂલ બેગ, સાઈકલ અને વિદ્યાર્થિનીના બુટ પણ ત્યાં જ પડ્યા હતા. બીયરની ચાર ખાલી બોટલ પણ પડી હતી. નમકીનના ખાલી પેકેટ અને અડધી સળગેલી સિગરેટ પણ મળી આવી હતી. પિતાની તરફથી અજ્ઞાત લોકોની વિરૂદ્ધ સામૂહિક દુષ્કર્મ અને હત્યાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને કબ્જામાં લઈ રાતના જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. હાલ સચિન સહિતના કેટલાય યુવકોને પકડી પોલીસ મુખ્ય આરોપીઓને પકડવા માટે તપાસ કરી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments