Homeગામનાં ચોરેVIDEO: મહિલા પોલીસ ઓફિસર માટીનું ખનન રોકવા ગઈ તો પોલીસ ઈન્સ્પેક્ટરે ફોન...

VIDEO: મહિલા પોલીસ ઓફિસર માટીનું ખનન રોકવા ગઈ તો પોલીસ ઈન્સ્પેક્ટરે ફોન કરી કહ્યું, ‘ચૂપચાપ પાછી આવી જા.’

Team Chabuk-National Desk: લખનઉ પોલીસના એક ઈન્સ્પેક્ટર પર તેના જ સ્ટેશનની એક મહિલા પોલીસ ઓફિસર સાથે અભદ્રતા કર્યાંનો આરોપ લાગ્યો છે. ઈન્સ્પેક્ટર દ્વારા મહિલા અધિકારીને ધમકી આપવામાં આવી હતી કે તેણે વધારે ઈમાનદારીપૂર્વક કામ કર્યું તો તેને ખરાબ પરિણામ ભોગવવાનો વારો આવશે. મહિલા અધિકારીએ પોતાના સિનિયર અધિકારીઓ સમક્ષ આ વાતની ફરિયાદ કરી છે. પણ કોઈ કાર્યવાહી નહોતી થઈ. 9 જાન્યુઆરીના રોજ મહિલા પોલીસ ઓફિસરને સોશિયલ મીડિયાનું શરણું લેવું પડ્યું હતું. ટ્વીટર પર અપલોડ કરવામાં આવેલા એક વીડિયોમાં મહિલા અધિકારી પોતાની સાથે અભદ્રતા થઈ હોવાની વાત જણાવી રહી છે.

આ સમગ્ર ઘટના લખનઉના બંથારા પોલીસ સ્ટેશનની છે. હસીના ખાતૂન નામની મહિલા પોલીસ ઓફિસરે વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે,‘હું આ વીડિયો એ માટે બનાવી રહી છું કે મારા ઈન્સ્પેક્ટર અજય પ્રતાપસિંહ અને તેના ખાસ અવધ કિશોરની પ્રતાડનાઓથી તંગ આવીને અને અપમાનિત થઈને પોતાના પદ પરથી રાજીનામું દેવા જઈ રહી છું. આ ઘટના એક જાન્યુઆરીની છે. મને મારા ક્ષેત્રના નરેગા ગામમાં માટીનું ખોટી રીતે ખનન થઈ રહ્યું હોવાની જાણકારી મળી હતી. હું નરેગા ગામ પાસે પહોંચી. મેં તેમની પાસે ખનન સંલગ્ન કાગળિયા માગ્યા તો તેમણે કાગળ ન આપતા અવધ કિશોરને ફોન જોડ્યો હતો. અવધ કિશોરે મને પૂછ્યું હતું કે તમે કોની આજ્ઞાથી ત્યાં ગયા? મેં મારું ક્ષેત્ર છે એમ કહ્યું. મને સૂચના મળી હતી તો હું અહીં આવી હતી. જેમાં અવધ કિશોરે મારી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું ચૂપચાપ ત્યાંથી ચાલી આવ. એ પછી ઈન્સ્પેક્ટર અજય પ્રતાપે મને ઓફિસમાં તાત્કાલિક બોલાવી હતી. જ્યારે હું ઈન્સ્પેક્ટરને મળવા માટે પહોંચી હતી ત્યારે અવધ કિશોરે પોલીસ સ્ટેશનના દરવાજાની પાસે મને કહ્યું હતું કે લાગે છે તારા બંથરા પોલીસ સ્ટેશનના દિવસો પૂર્ણ થઈ ગયા છે. મેં જ્યારે તેને યોગ્ય રીતે વાત કરવાનું કહ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે, યોગ્ય રીતે વાત કરતા તો અમે તને શીખવીશું. હું જ્યારે ઈન્સ્પેક્ટર અજય પ્રતાપની ઓફિસમાં પહોંચી તો તેણે મારી સાથે ગુસ્સામાં વાત કરી કે તું કોણ છે એ વિસ્તારમાં જવા વાળી? આ સમયે તેણે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો અને કહ્યું કે, તું ખૂબ દેશભક્ત અને ઈમાનદાર બની રહી છે હું તને બતાવું છું.’

હસીના ખાતૂન એવું પણ કહી રહી છે કે, તેણે અધિકારીઓને આ વિષે વાત કરી હતી પણ તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. તેના જણાવ્યા અનુસાર અપમાનિત થઈને તે નોકરી નહીં કરી શકે અને જલ્દી જ રાજીનામું આપી દેશે. સિનિયર અધિકારીઓનું કહેવું છે કે વીડિયોની તપાસ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments