Homeગામનાં ચોરેઝૂંપડીમાંથી આઈઆઈએમના પ્રોફેસર બનવા સુધીની કહાની

ઝૂંપડીમાંથી આઈઆઈએમના પ્રોફેસર બનવા સુધીની કહાની

Team Chabuk-National Desk: સપના જોવા પર કોઈ ટેક્સ નથી લાગતો અને એ સપના પૂરા કરવા માટે કોઈને કોઈ નથી રોકતું. સાચી લગન અને મહેનત હોય તો ગમે તેવા સપનાઓ પૂરા થાય જ છે. આ વાતનું તાજુ ઉદાહરણ હાલમાં સામે આવ્યું છે. આ સત્ય ઘટના છે કેરળના રહેવાસી રંજીત રામચંદ્રનની. રામચંદ્રનની ઉંમર 28 વર્ષની છે અને તે આઈઆઈએમ રાંચીમાં પસંદ થયો છે.

રામચંદ્રનની આ સિદ્ધી અને સંઘર્ષની વાર્તા સોશિયલ મીડિયામાં ઘણી જ વાઈરલ થઈ રહી છે. શનિવારના રોજ રામચંદ્રને કેરળના પોતાના નિવાસસ્થાનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, આઈઆઈએમના પ્રોફેસરનો જન્મ અહીં થયો હતો. પ્લાસ્ટીક અને ઈંટના ટેકાથી અડીખમ એવું આ ઘર નાની ઝૂંપડી જેવું છે. કેપ્શનમાં આગળ તેમણે પોતાના જૂના દિવસોને યાદ કરતા લખ્યું છે કે, તૂટેલી ફૂટેલી ઝૂંપડીની તસવીર છે. એ ઝૂંપડીમાં એક તિરપાલ ટાંગેલું દેખાય છે. જેમાંથી વરસાદના દિવસોમાં પાણી ટપક્યાં રાખે છે.

રામચંદ્રન કાસરગોડના પનાથુરમાં એક બીએસએનએલ ટેલિફોન એક્સચેન્જમાં નાઈટ ગાર્ડ તરીકે કામ કરતો હતો. જ્યારે બીજી બાજુ તેણે જિલ્લાની સેન્ટ પિયર્સ એક્સ કોલેજ ખાતેથી પોતાની અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી. આગળ તે કહે છે કે, મેં દિવસે કોલેજમાં અભ્યાસ કર્યો અને રાતના ટેલિફોન એક્સચેન્જનું કામ કર્યું.

આ પોસ્ટને 37,000 કરતા વધારે લાઈક મળી છે અને હજ્જારો કોમેન્ટ મળી રહ્યા છે. ખબર હવે ભારતભરમાં વાઈરલ થઈ ચૂકી છે. કેરળના નાણામંત્રી ટીએમ થોમસ ઈસાકે પણ ફેસબુક પર રામચંદ્રનને તેની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે.

તેમણે લખ્યું છે કે, મેં સંઘર્ષ કર્યો અને સપનું સાકાર કરવાની દિશામાં પગલું ભર્યું. ગત્ત વર્ષે જ રામચંદ્રને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ગત્ત બે મહિનાઓમાં એ બેંગ્લોરના ક્રાઈસ્ટ વિશ્વવિદ્યાલયમાં સહાયક પ્રોફેસર હતા. તેમણે પોસ્ટ વાઈરલ થવા અંગે કહ્યું છે કે, મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું કે પોસ્ટ આટલી વાઈરલ થશે. મેં એ આશાએ આ પોસ્ટ મૂકી હતી કે કેટલાક લોકોને પ્રેરણા મળશે.

રામચંદ્રને આગળ કહ્યું કે, તમામ લોકો સારું સપનું જુએ અને તેને પામવા માટે સંઘર્ષ કરે. રામચંદ્રને જણાવ્યું કે, આર્થિક તંગીના કારણે એક વખત તો તેમણે શાળાનું ભણતર છોડવું પડે ત્યાં સુધી આવી ગયા હતા. તેમના પિતા દરજી છે અને માતા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના (મનરેગા) મજૂર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments