Team Chabuk-Sport Desk: ભારતીય ટીમના પૂર્વ ખેલાડી રાહુલ દ્રવિડની ટ્રાફિકવાળી એડ હાલ ખુબ વાઈરલ થઈ રહી છે. હવે આ એડનું કનેક્શન ગુજરાત સાથે પણ જોડાઈ ગયું છે. આ એડ હીટ થયા બાદ સુરત સિટી ટ્રાફિક પોલીસે એડનો ઉપયોગ કર્યો છે અને ટ્રાફિક અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે એડમાંથી દ્રવિડનો ફોટો લઈને લખ્યું છે કે, “રોડ ઈન્દ્રનગર કી હો યા સુરત કી ગુંડાગર્દી ઈસ નોટ વેલકમ” એટલે કે, ટ્રાફિકમાં ફસાયા હો ત્યારે આક્રમક ન બનો. દ્રવિડ આ એડમાં ટ્રાફિકમાં ફસાયા બાદ ગુસ્સો કરે છે અને જોર જોરથી હોર્ન પણ વગાડે છે.
એડમાં શુ છે ?
સામાન્ય રીતે શાંત સ્વભાવમાં જોવા મળતો દ્રવિડ આ એડમાં કારમાંથી બહાર નીકળી હવામાં બેટ ફેરવી અને બોલી રહ્યો છે ‘હું ઈન્દ્રાનગરનો ગુંડો છુ’. એટલું જ નહીં એડમાં દર્શાવ્યા મુજબ દ્રવિડનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. ટ્રાફિકના કારણે તેને વધુ ગુસ્સો આવે છે. તે વધુ ઉગ્ર બની બેટ ઉઠાવે છે અને વાહનોમાં તોડફોડ કરવા લાગે છે. દ્રવિડની ગુસ્સાવાળી એડ ખુબ વાઈરલ થઈ રહી છે. લોકો તેની એડને ખુબ પસંદ કરી રહ્યા છે.
માત્ર સુરત પોલીસે જ આ એડનો ઉપયોગ નથી કર્યો. કોરોના અંગે લોકોને જાગૃત કરવા માટે મુંબઈ પોલીસે અને નાગપુર પોલીસે પણ આ વીડિયોના કેટલાક ભાગનો ઉપયોગ કર્યો છે.
Be it in "indiranagar" or anywhere.
— Nagpur City Police (@NagpurPolice) April 10, 2021
Keep your calm,
Avoid unnecessary honking.#NagpurPolice pic.twitter.com/CTcfEV6AL8
મુંબઈ પોલીસે એડના કેટલાક ભાગનો ઉપયોગ કરીને લોકને સવાધાન કર્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એવામાં લોકોને એલર્ટ કરવા માટે મુંબઈ પોલીસે આ વીડિયોનો ઉપયોગ કર્યો છે.
મુંબઈ પોલીસે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં માસ્કનું મહત્વ સમજાવ્યું છે. મુંબઈ ઉપરાંત નાગપુર પોલીસે પણ આ એડનો ઉપયોગ કર્યો છે અને લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે. નાગપુર પોલીસે લખ્યું છે કે, ઈન્દ્રાનગર હો કે ગમે ત્યાં હો. તમે શાંત રહો. અને કારણ વગરનો અવાજ ન કરો.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રાહુલ દ્રવિડની આ એડ અંગે પ્રતિક્રિયા આપી છે. કોહલીએ ટ્વીટર પર લખ્યું છે કે, ક્યારેય રાહુલ ભાઈનો આ અવતાર નથી જોયો.
Never seen this side of Rahul bhai 🤯🤣 pic.twitter.com/4W93p0Gk7m
— Virat Kohli (@imVkohli) April 9, 2021
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત