Team Chabuk-National Desk: કોરોના વાઈરસની સામે સંઘર્ષ કરી રહેલા દેશની સમક્ષ હવે ઝીકા વાઈરસની આફત આવી ગઈ છે. કેરળમાં 8 જુલાઈનાં રોજ ઝીકા વાઈરસના પ્રથમ કેસે દેખા દીધી છે. કેરળની સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે 24 વર્ષની ગર્ભવતી મહિલા આ વાઈરસથી સંક્રમિત મળી છે.
સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર તિરુવનંતપુરમથી 19 લોકોના સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ હજુ આવ્યા નથી. જોકે ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સ સહિત 13 લોકોનાં સંક્રમિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
કેરળના તિરુવનંતપુરમ જિલ્લાના પારસલેનની રહેનારી એક મહિલાને તાવ, માથાનો દુખાવો શરીરમાં લાલ ચાઠા પડવાની સમસ્યા સામે આવી હતી. સમસ્યાના આધારે તેને 28 જૂનનાં રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાએ બે દિવસ પૂર્વે 7 જુલાઈનાં રોજ એક બાળકને જન્મ આપ્યો હતો.
મહિલાનો ટેસ્ટ કર્યા બાદ ઝીકા વાઈરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ ગઈ હતી. જોકે મહિલાની હાલત સ્થિર છે. સ્વાસ્થ્ય વિભાગ માટે ચિંતાની વાત એ છે કે મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેનું રહેઠાણ તમિલનાડુ બોર્ડર પર આવેલું છે. એક અઠવાડિયા પહેલા તેની માતામાં પણ આવા જ લક્ષણોએ દેખા દીધી હતી.
ઝીકા વાઈરસ મુખ્યત્વે મચ્છરમાંથી ફેલાય છે. તેના તમામ લક્ષણો ડેન્ગ્યુ જેવા જ છે. તાવ આવવો, શરીર પર ચાઠા પડવા, આંખ લાલ થઈ જવી અને સાંધામાં અસહ્ય દુખાવો થવો. આફ્રિકામાં વાઈરસ સંશોધન પર કામગીરી ચાલી રહી હતી ત્યારે સૌ પ્રથમ વખત ઝીકા વાઈરસની ઓળખ થઈ હતી. આ સંશોધન ઝીકાના જંગલમાં એક લંગૂરને પિંજરામાં બંધ કરીને કરવામાં આવી રહ્યું હતું. સંશોધન બાદ એ લંગૂરને તાવ આવી ગયો.
1952માં ઝીકા વાઈરસને ચેપી કહેવામાં આવ્યો. 1952માં જ માણસમાં પ્રથમ વખત ઝીકા વાઈરસના સંક્રમણની પુષ્ટી થઈ હતી. આ કેસ આફ્રિકાના યુગાન્ડામાં જોવા મળ્યો હતો. જોકે કેસ ખૂબ ઓછા આવ્યા હતા. 2007માં ઝીકાનું વાવઝોડું આવ્યું. જ્યારે આફ્રિકા અને એશિયામાં તેના અઢળક કેસ સામે આવવા લાગ્યા. અત્યાર સુધીમાં 86 દેશમાં ઝીકા વાઈરસ હોવાનું પ્રમાણ મળી ચૂક્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત