કિમ જોંગ ઉન. નામ તો સુના હી હોગા.ઉત્તર કોરિયાનો તાનાશાહ ફરી વાર ચર્ચામાં એટલા માટે આવ્યો છે કે,ફરી એક નાગરિકને તેણે મોતની સજા ફટકારી દીધી છે. સોરી.. સજા સંભળાવી નહીં પણ આપી દીધી. જગ જાહેર આ નાગરિકને ગોળીએ દઈ દીધો. આ નાગરિકનો ગુનો માત્ર એટલો જ હતો કે તે એ રેડિયો સ્ટેશન સાંભળતો હતો જે ઉત્તર કોરિયામાં પ્રતિબંધિત છે.
જે નાગરિકને મોતને ઘાટ ઉતારી દેવાયો તે એક જહાજનો કેપ્ટન હતો. દાવો છે કે, જ્યારે તે સમુદ્રમાં સફર કરતો હતો ત્યારે રેડિયોમાં વિદેશી એરવેવ આવતી અને તે કનેક્ટ કરતો. ઉત્તર કોરિયામાં આવું કરવું દેશ વિરોધી ગતિવિધિ માનવામાં આવે છે. આની જાણ થતાં જ તાનાશાહ કિમ જોંગ ઉને મોતની સજા ફટકારી દીધી.
RFAના રિપોર્ટ મુજબ જે નાગરિકને ગોળી મારી દેવાઈ તેનું નામ ચોઈ હતું. ચોઈ 50થી વધુ જહાજોનો માલિક હતો. ચોઈને 100 જેટલા કર્મચારીઓ સામે જ ગોળી મારી દેવાઈ હતી. એવો દાવો છે કે, ચોઈના જ કોઈ કર્મચારીએ તંત્રને જાણ કરી દીધી હતી કે તેનો માલિક પ્રતિબંધિત રેડિયો સ્ટેશન સાંભળે છે. એવો પણ દાવો છે કે, ચોઈ પહેલાં ઉત્તર કોરિયાઈ સેનામાં રેડિયો ઓપરેટર હતો. ત્યાંથી જ તેણે વિદેશી બ્રોડકાસ્ટ સાંભળવાની શરૂઆત કરી હતી. ફ્રી એશિયાના રિપોર્ટમાં દાવો છે કે ચોઈ છેલ્લા 15 વર્ષથી બ્રોડકાસ્ટ સાંભળી રહ્યો હતો.
નોકરી છોડ્યા બાદ પણ તે વિદેશી બ્રોડકાસ્ટિંગ સાંભળતો જેની મંજૂરી ન હતી. ચોઈને ગોળી મારી દેવાઈ જ્યારે ફિસિંગ બેઝ પર તૈનાત અધિકારીઓ અને સિક્યોરિટી અધિકારીઓને નોકરી માથી કાઢી મુકાયા છે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ચોઈ એવું માનતો હતો કે તે આ બેઝનો હિસ્સો છે જેથી તેના પર ગુનાહિત ચાર્જ નહીં લાગે. પરંતુ સ્ટાફના કેટલાક સભ્યો સાથે તેને બનતું ન હતુ. આ જ વાત તેને મોઘી પડી ગઈ. ઉત્તર કોરિયામાં કેટલાય વિદેશી રેડિયો સ્ટેશનની પહોંચ છે જો કે,કિંમ જોંગનું તંત્ર તેના પર બાજ નજર રાખે છે કે લોકો શું સાંભળી રહ્યા છે. એવું પણ માનવામાં આવે છે કે, સમુદ્રમાં જનારા કેયલાય લોકો વિદેશી રેડિયો સ્ટેશન સાંભળે છે. જેથી હવે લોકો આવું ન કરે તેના માટે ચોઈને લોકો સામે જ ગોળી મારી દેવામાં આવી.