કોરોનાએ ચીલીના રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરોને 2 લાખ 57 હજાર રૂપિયાનો દંડ કરાવ્યો. રાષ્ટ્રપતિની ભૂલ એટલી જ કે તેમણે માસ્ક વગર એક મહિલા સાથે ફોટો પડાવી લીધો. રાષ્ટ્રપતિનો આ ફોટો દરિયા કિનારાનો છે. જે ખૂબ વાયરલ થયો છે. આ જ કરણે ચીલીનું આરોગ્ય વિભાગ સખ્ત બન્યું અને રાષ્ટ્રપતિને જ દંડ ફટકારી દીધો. દાવો કરાયો છે કે, આવું એટલા માટે કરવામાં આવ્યું કે, ચીલીની જનતા માટે એક દાખલો બેસે અને નિયમોનું ઉલ્લંઘન કરતાં પહેલાં જનતા વિચારે.
રાષ્ટ્રપતિએ માફી માગી
રાષ્ટ્રપતિની આ તસવીર વાયરલ થયાં બાદ તેમણે માફી પણ માગી હતી. ચીલીમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ દંડ ઉપરાંત જેલની સજાની પણ જોગવાઈ છે. જોકે રાષ્ટ્રપતિને દંડ ભરવો પડશે.
રાષ્ટ્રપતિની સ્પષ્ટતા
સેબેસ્ટિયન પિનેરોએ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, હું મારા ઘરની નજીક સમુદ્ર કિનારે એકલો લટાર મારવા નીકળ્યો હતો ત્યારે એક મહિલા મારી પાસે આવી અને સેલ્ફી લેવાનો આગ્રહ કરવા લાગી. સેબેસ્ટિયન પિનેરોએ કહ્યું કે, મહિલાની અરજને તેઓ નકારી ન શક્યા અને તેની સાથે સેલ્ફી ખેંચાવી. જોકે, આ સેલ્ફીના સેબેસ્ટિયન પિનેરોને 2 લાખ 57 હજાર રૂપિયા ચુકવવા પડ્યા.
‘માસ્ક પહેરો નહીંતર કોરોના થઈ જશે’
ચીલીના રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરોને પોતાની ભૂલ એટલી ભારે પડી કે તેમણે સોશિયલ મીડિયા પર લોકોના રોષનો ભોગ બનવું પડ્યું. કેટલાક લોકોએ તો રાષ્ટ્રપતિને જ સલાહ આપી દીધી કે રાષ્ટ્રપતિજી માસ્ક પહેરો નહીતર કોરોના થઈ જશે
ફોટો,વિવાદ અને પિનરોનો નજીકનો સંબંધ !
ચીલીના રાષ્ટ્રપતિ આ પહેલાં પણ એક વિવાદમાં આવી ચુક્યા છે. લૉકડાઉન દરમિયાન પણ તેમનો એક ફોટો વાયરલ થયો હતો. જ્યારે લોકો ઘરમાં બંધ હતા રાષ્ટ્રપતિ બહાર રખડપટ્ટી કરી રહ્યા હતા. જેને લઈને પણ તેઓની ખુબ આલોચના થઈ હતી. આ પહેલાં 2019માં સૈંટિયાગોમાં અસમાનતા મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. બીજી તરફ રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરો પિત્ઝા પાર્ટીમાં વ્યસ્ત હતા. પિત્ઝા પાર્ટીનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આમ, આ તમામ ઘટનાઓને જોતા એવું લાગી રહ્યું છે કે, રાષ્ટ્રપતિ, વિવાદ અને સોશિયલ મીડિયા પરના તેમના ફોટોને એકદમ નજીકનો સંબંધ હોય !
ચીલીમાં કોરોનાની સ્થિતિ
19 કરોડ 19 લાખ જેટલી વસ્તી ધરાવતા ચીલીમાં કુલ 5 લાખ 85 હજાર 545 કેસ નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં અહીં કોરોનાના કારણે કુલ 16 હજાર 154 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ ચીલીમાં કુલ 13 હજાર 435 એક્ટીવ કેસ છે. જેમાંથી 663 લોકોની હાલત ગંભીર છે. રવિવારે એક જ દિવસમાં 2 હજાર 191 નવા કેસ નોંધાયા હતા જ્યારે દેશમાં એક દિવસમાં 53 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત