Team Chabuk-Sports Desk: શુભમન ગિલની 57 રનની ઈનિંગ અને બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના સહારે કોલકાતા નાઈટ રાઈડર્સેં આઈપીએલની 49મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 6 વિકેટથી હરાવી દીધું છે. મેચમાં હૈદરાબાદની બેટીંગ ખરાબ રહી હતી. સનરાઈઝર્સે 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 115 રન કર્યાં હતા. જવાબમાં કોલકાતાએ બે બોલ બચ્યા ત્યારે જ ચાર વિકેટના નુકસાન પર મેચ પોતાના નામે કરી લીધી હતી.
આ જીતની સાથે કોલકાતા ફરી પોંઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. ટીમના પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ પણ જીવંત છે. કોલકાતાની 13 મેચમાં છ જીત સાથે 12 અંક છે. જો ટીમ પોતાની આગામી મેચ જીતવામાં સફળ રહે છે, તો પ્લેઓફમાં પહોંચી જશે. આવું એટલા માટે કારણ કે ટીમની નેટ રન રેટ અન્ય બે પ્રતિસ્પર્ધિ મુંબઈ અને રાજસ્થાન કરતા શ્રેષ્ઠ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ 12 મેચમાં બે જીત અને ચાર અંકની સાથે પોંઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાન પર છે. પ્લેઓફમાંથી તે પહેલા જ આઉટ થઈ ચૂક્યું છે.
પ્રથમ બેટીંગ કરવા મેદાનમાં ઉતરેલી હૈદરાબાદની ટીમની શરુઆત ખરાબ રહી હતી. 70 રન સુધીમાં ટીમે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઋદ્ધિમાન સાહા શૂન્ય પર, જેસન રૉય દસ, કેન વિલિયમસન 26, પ્રિયમ ગર્ગ 21 અને અભિષેક શર્મા 6 કંઈ ખાસ નહોતા કરી શક્યા. મેચમાં અબ્દુલ સમદે હૈદરાબાદની લડખડાતી ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે 25 રન પર આઉટ થઈ ગયો હતો. રાશિદ ખાને આઠ રન બનાવ્યા હતા.
ભુવનેશ્વર કુમાર અને સિદ્ધાર્થ કૌલ સાત-સાત રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. કોલકાતાની તરફથી ટીમ સાઉદી, શિવમ માવી અને વરુણ ચક્રવર્તીએ બે બે વિકેટ લીધી હતી. બીજા ફેઝમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા શાકિબ અલ હસનને એક વિકેટ મળી હતી.
116 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી કોલકાતાની ટીમને 23 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. વેન્કટેશન ઐય્યર આઠ રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો. રાહુલ ત્રિપાઠી પણ સાત રન બનાવી રાશિદ ખાનની બોલ પર આઉટ થયો હતો. 38 રન પર બે વિકેટનું પતન થતાં શુભમન ગિલ અને નીતિશ રાણાએ કેકેઆરની ઈનિંગ સંભાળી હતી.

આ બંનેએ ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી નોંધાવી હતી. ગીલે આઈપીએલ કરિયરની આઠમી સેન્ચુરી ફટકારી હતી. 51 બોલ પર 57 રન બનાવીને સિદ્ધાર્થ કૌલની બોલ પર આઉટ થયો હતો. નીતિશ પણ 25 રન બનાવી પરત ફર્યો હતો. કાર્તિક 12 બોલ પર 18 અને મોર્ગન બે રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. હૈદરાબાદની તરફથી હોલ્ડરને બે અને રાશિદ-સિદ્ધાર્થને એક એક વિકેટ મળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત