Homeગામનાં ચોરેમધદરિયે મદમસ્ત: આર્યન સિવાય ક્રૂઝ પર એક મોટા એક્ટરની પુત્રી પણ હાજર...

મધદરિયે મદમસ્ત: આર્યન સિવાય ક્રૂઝ પર એક મોટા એક્ટરની પુત્રી પણ હાજર હતી

Team Chabuk-National Desk: મુંબઈની પાસે સમુદ્રમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો પાડતા શાહરૂખના પુત્ર આર્યન સહિત 13 મોટા લોકોની ધરપકડ કરી છે. ક્રોડલિયા ધ ઈમ્પ્રેસ નામના ક્રૂઝમાં પકડાયેલા લોકોમાંથી 8ની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે આ નામોની એનસીબી દ્વારા પુષ્ટી નથી કરવામાં આવી. ડ્રગ્સ કાંડમાં શાહરૂખ પુત્ર આર્યનની પૂછપરછ કરવામાં આવી રહી છે.

એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રૂઝ પર એક મોટા એક્ટરની પુત્રી પણ હાજર હતી. જોકે તેની હજુ ધરપકડ કરવામાં આવી છે કે નહીં તેની પુષ્ટી નથી થઈ. અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન આ ક્રૂઝ પર હાજર હતા. તે રેવ પાર્ટીનો ભાગ હતો કે નહીં તેની પણ હજુ કોઈ વિગત સામે નથી આવી.

સૂત્રોના જણાવ્યા મુજબ, ક્રૂઝ પર જે રેવ પાર્ટી ચાલી રહી હતી તેમાં સામેલ લોકો પોતાની પેન્ટની સિલાઈમાં, મહિલાઓ પર્સના હેન્ડલમાં, અંડરવિયરના સિલાઈવાળા ભાગમાં અને કોલરની સિલાઈની પાછળ છુપાવીને ડ્રગ્સ લાવ્યા હતા. એ પણ માહિતી સામે આવી રહી છે કે પાર્ટીમાં સામેલ કેટલાક લોકોનું મેડિકલ કરાવવામાં આવી રહ્યું છે. જેમાં ડ્રગ્સની પુષ્ટી થશે તો ધરપકડ કરવામાં આવશે.

કોણ કોણ પકડાયા?

  • મુનમુન ધમેચા
  • નુપુર સારિકા
  • ઈસ્મીત સિંહ
  • મોહક જસવાલ
  • વિક્રાન્ત છોકર
  • ગોમિત ચોપડા
  • આર્યન ખાન
  • અરબાઝ મર્ચન્ટ

NCBના સૂત્રોના જણાવ્યા મુજબ, ક્રૂઝ પર આર્યન અરબાઝ નામના એક વ્યક્તિની સાથે ગયો હતો. આર્યન વીવીઆઈપી ગેસ્ટ હતો. જેથી તેની કોઈ એન્ટ્રી ફી નહોતી. અરબાઝ એક મોટા બિઝનેસમેનનો પુત્ર છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એનસીબીને તેના પગરખામાંથી ડ્રગ્સ મળ્યું હતું. જોકે તેની પણ કોઈ પુષ્ટી નથી થઈ. એનસીબીએ શાહરૂખ ખાનના પુત્ર આર્યનનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધો છે.

ક્રૂઝ પર ચાલી રહેલી આ પાર્ટીની ફિ એંસી હજારથી પાંચ લાખ રૂપિયા હતી. આ ક્રૂઝની ક્ષમતા બે હજાર લોકોની છે. અહીં 600 લોકો હાજર હતા. આ પાર્ટીના આમંત્રણ માટે ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય કેટલાક લોકોને આકર્ષક કિટ આપી આમંત્રિત કરવામાં આવ્યા હતા. પૂછપરછમાં શાહરૂખના પુત્ર આર્યને જણાવ્યું હતું કે, તેને એક મહેમાનના રૂપે આમંત્રિત કરવામાં આવ્યો હતો. પાર્ટીમાં સામેલ થવાનો તેણે એક રૂપિયો પણ નથી આપ્યો.

advertisement-1

આ ક્રૂઝ પાર્ટીમાં સામેલ થનારા મોટાભાગના લોકો દિલ્હીના છે. જે ફ્લાઈટ દ્વારા મુંબઈ આવ્યા અને પછી ક્રૂઝ પર પહોંચ્યા હતા. મધદરિયે ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટી પર એનસીબીનું આ પ્રથમ ઓપરેશન છે. આર્યન સિવાય દિલ્હીના ત્રણ મોટા વેપારીઓની પુત્રીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. એનસીબીના દિલ્હી હેડક્વાટર્સ પર આ સમગ્ર મામલામાં નજર રાખવામાં આવી રહી છે. એનસીબીના અધિકારીઓનું કહેવું છે કે, આ સમગ્ર ઘટનામાં ન્યાયસંગત અને કાયદા-કાનૂનના દાયરામાં રહી તપાસ કરવામાં આવી રહી છે. જેની પણ ભૂમિકા હશે તેની સામે કાર્યવાહી થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments