HomeસિનેમાવાદKL Rahul Athiya Wedding:આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની પહેલી તસવીર સામે...

KL Rahul Athiya Wedding:આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની પહેલી તસવીર સામે આવી, જુઓ શાનદાર લૂક

Team Chabuk-Entertainment Desk: બોલીવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીની દિકરી અને એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કરી લીધા છે. આ સ્ટાર કપલની પ્રથમ તસવીર સામે આવી છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ આ કપલની પ્રથમ તસવીર સામે આવી છે. આ કપલ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં પરિવારના સભ્યો સિવાય કેટલાક નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન એક ઇન્ટિમેટ ફંક્શન હતું. આમાં બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, લગ્નમાં કયા મહેમાનો આવ્યા છે તે અંગે કોઈ નક્કર માહિતી નથી. પરંતુ ઘણા ક્રિકેટરો લગ્ન સ્થળ પર જોવા મળ્યા હતા. વરુણ, ઈશાંત શર્મા જેવા ઘણા ખેલાડીઓ આમાં સામેલ છે.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં દક્ષિણ ભારતીય વાનગીઓ જોવા મળી હતી. અહેવાલો અનુસાર, આ દરમિયાન મહેમાનોને કેળાના પાંદડા પર ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજનમાં ઉત્તર તેમજ દક્ષિણ ભારતીય વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

રાહુલ તેની દુલ્હન આથિયા શેટ્ટી સાથે લગ્ન કરવા માટે લગભગ 2.30 વાગ્યે એક વરઘોડા સાથે નીકળ્યો હતો. લગ્નમાં પરિવારના સભ્યો અને મિત્રોએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. અહેવાલો અનુસાર, ફેરાનો સમય 4.15 મિનિટનો હતો. બંનેએ સાત ફેરા લીધા અને એકબીજાના બની ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments