Team Chabuk-Entertainment Desk: ઉર્ફી જાવેદ (Urfi javed) પોતાના ડ્રેસિંગને લઈ ચર્ચામાં રહે છે. ઉર્ફી સતત લાઇમલાઇટમાં રહેતી હોય છે. ઉર્ફી જાવેદ ફરી એક વાર પોતાના કપડાને લઇને ચર્ચામાં આવી છે. એક્ટ્રેસ મુંબઇના ખાર વિસ્તારમાં જોવા મળી હતી જ્યાં ઓલ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. ઉર્ફીનો આ ડ્રેસ ઘણો ચર્ચામાં રહ્યો છે.
ઉર્ફીનો આ લેટેસ્ટ લુક જોઇને યુઝર્સ હેરાન થઇ ગયા છે અને એ જાણવા ઇચ્છે છે કે આ કોઇ ડ્રેસ છે કે કોઇ મોનોકિની. ઉર્ફી જાવેદનો આ ડ્રેસ જોયા પછી લોકો આની તુલના કરોળિયાની જાળી સાથે કરી રહ્યા છે. આ સાથે જ કેટલાક યુઝર્સ આ ડ્રેસ જોઇને નારાજ થઇ ગયા છે.
ઉર્ફીના આ નવા લુકનો વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે. જો કે ઉર્ફી મોટાભાગે પોતાના ડ્રેસને લઇને ટ્રોલ થતી રહેતી હોય છે.
તમે વીડિયોમાં જોઇ શકો છો કે ઉર્ફીનો આ ડ્રેસ કંઇક અલગ જ રીતે જોવા મળી રહ્યો છે. આ ડ્રેસ બ્લેક કલરના કપડાને કટ કરીને બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે. આ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ દેખાઇ રહી છે. પોતાના લુકને સારો બનાવવા માટે એક્ટ્રેસે હાઇ પોની અને બોલ્ડ મેક અપ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત