Team Chabuk-National Desk: નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા નાણાકીય વર્ષ 2022-23ના કેન્દ્રીય બજેટમાં કોરોના મહામારીના કારણે લોકોના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ પોતાના બજેટમાં રાષ્ટ્રીય ટેલી મેન્ટલ હેલ્થ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ દેશના મુખ્ય માનસિક સ્વાસ્થ્ય સંસ્થાન (NIMHANS) અંતર્ગત ૨૩ માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવવામાં આવશે.
તાજેતરમાં થયેલા ઘણા અભ્યાસમાં સામે એવું સામે આવ્યું છે કે કોરોના મહામારીના કારણે લોકો લના માનસિક સ્વાસ્થ્ય પર અસર થઇ છે. કોરોના દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ ડિપ્રેશન અને તણાવની ફરિયાદ કરી હતી.
કોરોના મહામારીના મુશ્કેલ સમયને બાદ કરવામાં આવે તો પણ ભારતમાં માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન દેવામાં ન આવે તો તેની મોટી કિંમત ચૂકવવી પડે તેમ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૨થી ૨૦૩૦ સુધીમાં માનસિક બીમારીના કારણે ભારતે 77 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો સમય આવે શકે છે.
ભારતમાં કોરોના મહામારી આવતા પહેલા પણ પાંચ કરોડ બાળકો માનસિક સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાતા હતા. આમાંથી ૮૦થી ૯૦ ટકા લોકોએ આનો ઇલાજ માટે કોઈ પણ સારવાર લીધી નથી. એટલે કે ભારતની આવનારી પેઢીનો મોટો ભાગ માનસિક સમસ્યાઓના ઈલાજ વિનાનો રહે તેવી શકયતા છે.
કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2021માં રાજ્યસભામાં માનસિક સ્વાસ્થ્યને લઈને એક સવાલમાં કહ્યું હતું કે ભારતમાં લગભગ ૧૦.૬ ટકા પુખ્ત વયના લોકો કોઇને કોઇ રીતે મનોવિજ્ઞાનિક વિકારની સામે લડી રહ્યા છે
ટેલી મેન્ટલ હેલ્થ કાર્યક્રમ શુ છે?
નાણાં મંત્રીના જણાવ્યા પ્રમાણે IIT બેંગલોર વિશેષ ટેલી કન્સલ્ટેશન સેવાઓના સંચાલન માટે ટેકનીકલ સપોર્ટ પૂરો પાડશે. કોરોના મહામારીમાં તમામ ઉંમરના લોકોમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યા જોવા મળી છે. માનસિક સ્વસ્થતા પર માર્ગદર્શન અને કાઉન્સેલિંગ માટે રાષ્ટ્રીય સ્તરે ટેલી મેન્ટલ હેલ્થ કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.
NIMHANSના સેન્ટર ફોર સાયકોલોજીકલ સપોર્ટએ કોરોના મહામારી દરમિયાન રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો હતો. એમનો ઉદ્દેશ્ય કોરોના અને લોકડાઉન દરમિયાન માનસિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાથી પીડાતા લોકોને મદદ પુરી પાડવામાં આવે. હવે આ સેવાને નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત આગળ વધારી શકાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત