HomeતાપણુંGujarat Cabinet: ભાજપની નવી સરકારમાં આ લોકો બની શકે છે મંત્રી, જુઓ...

Gujarat Cabinet: ભાજપની નવી સરકારમાં આ લોકો બની શકે છે મંત્રી, જુઓ આ રહી યાદી

Team Chabuk-political Desk: ગુજરાતમાં પ્રચંડ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતમાં જંગી બહુમતી મળ્યા બાદ ભાજપ સરકાર બનાવવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. આ દરમિયાન સૂત્રોએ એવા લોકોના નામ જણાવ્યા છે જેમને ગુજરાત કેબિનેટમાં (gujarat cabinet) સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે.

સંભવિત કેબિનેટ મંત્રીઓના નામ

કુંવરજી બાવળિયા, જસદણ
જયેશ રાદડિયા, જેતપુર
જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
અલ્પેશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણ
હાર્દિક પટેલ, વિરમગામ
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
મૂળુભાઈ બેરા, ખંભાળિયા
કૌશિક વેકરીયા, અમરેલી
હીરા સોલંકી, રાજુલા
શંકર ચૌધરી, થરાદ
બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર
ઋષીકેશ પટેલ, વિસનગર
અનિરુદ્ધ દવે, માંડવી
કનુભાઈ પટેલ, સાણંદ
અમિત ઠાકર, વેજલપુર
કિરીટસિંહ રાણા, લીંબડી
પંકજ દેસાઈ, નડિયાદ
સી.કે.રાઉલજી, ગોધરા
મુકેશ પટેલ, ઓલપાડ
વિનુ મોરડિયા, કતારગામ
હર્ષ સંઘવી, મજુરા
કનુભાઈ દેસાઈ, પારડી
પુર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
ઉદય કાનગડ, રાજકોટ પૂર્વ
બાલકૃષ્ણ શુક્લ, રાવપુરા વડોદરા

અનુસૂચિત જનજાતિના આ ચહેરાઓને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે

પીસી બરંડા, ભિલોડા
કુબેર ડીંડોર, સંતરામપુર
ગણપત વસાવા, માંગરોળ
નરેશ પટેલ, ગણદેવી
ડૉ દર્શના દેશમુખ, નાંદોડ
રાજેન્દ્રસિંહ રાઠવા, છોટા ઉદેપુર
નિમિષા સુથાર, મોરવા હડફ

અનુસુચૂતિ જાતિમાંથી આ ચહેરાને સ્થાન મળી શકે

રમણભાઈ વોરા, ઇડર – મંત્રી કે વિધાનસભાના અધ્યક્ષ
મનીષા વકીલ, વડોદરા શહેર
શંભુપ્રસાદ ટુંડિયા, ગઢડા

12 ડિસેમ્બરે સીએમ શપથ લેશે

સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ જાતિ અને પ્રદેશને ધ્યાનમાં રાખીને સમીકરણો બનાવવામાં આવશે. નવા ચહેરાઓની સાથે જૂના ચહેરાઓને પણ સ્થાન મળશે. નિયમો અનુસાર કેબિનેટમાં વધુમાં વધુ 27 સભ્યો હોઈ શકે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ 12 ડિસેમ્બરે રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

ગુજરાતના 33 જિલ્લામાંથી કેટલા જિલ્લા થયા કોગ્રેસ મુક્ત?
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપે 156, કોગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ પાંચ અને અન્યએ ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી હતી. વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં કોગ્રેસનો સફાયો થયો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લા કોગ્રેસ મુક્ત થયા હતા. બીજી તરફ કૉંગ્રેસના 44 અને આમ આદમી પાર્ટીના 128 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. રાજ્યના 13 જિલ્લાઓમાં કૉંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. રાજ્યના 13 જિલ્લાઓમાં તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments