Team Chabuk-Sports Desk: ન્યૂઝીલેન્ડની ટીમે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારતીય ટીમને હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો. ભારતીય ટીમના પ્રદર્શનની આ કારણે ચારે બાજુથી ટીકા થઈ રહી છે. ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલીની ટીકાના પુલ બાંધવામાં આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ભારતીય ટીમની પડખે કોચ રવિ શાસ્ત્રી આવ્યા છે. તેમણે ટ્વીટર પર એક વાત લખી છે અને એ વાતને વાંચ્યા બાદ લોકો ચારેબાજુથી તેમના વખાણ કરતા થાકતા નથી.
રવિશાસ્ત્રીએ કહ્યું છે કે, આ પરિસ્થિતિમાં જે સારું રમ્યા તેમની જીત થઈ છે. અને તેઓ આ જીતના હકદાર હતા. સાથે જ તેમણે કહ્યું છે કે મોટી ચીજો આરામથી નથી મળી જતી. તેમણે આ અંગે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર પર ટ્વીટ કર્યું છે, ‘આ પરિસ્થિતિઓમાં જે સારી ટીમ હતી તેણે જીત પ્રાપ્ત કરી છે. વિશ્વ ખિતાબ માટે ન્યૂઝીલેન્ડની ટીમ લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહી હતી. આ ટીમ જીતની હકદાર છે. આ જીત એ વાતનું પ્રમાણ છે કે જીવનની મોટી વસ્તુઓ સરળતાથી નથી મળતી. ન્યૂઝીલેન્ડે ખૂબ જ સરસ રમત દાખવી. સમ્માન.’
Better team won in the conditions. Deserved winners after the longest wait for a World Title. Classic example of Big things don’t come easy. Well played, New Zealand. Respect.
— Ravi Shastri (@RaviShastriOfc) June 24, 2021
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ફાઈનલની હાર પર કહ્યું હતું કે, દુનિયાની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમનું નિર્ધારણ એક ફાઈનલના આધારે નહીં પણ બેસ્ટ ઓફ થ્રી ફાઈનલના આધારે થવું જોઈએ. ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલા પરાજય વિશે વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હું એ વાતના પક્ષમાં નથી કે દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમનું નિર્ધારણ એક ફાઈનલ મેચથી થાય. જો ટેસ્ટ મેચ છે તો ત્રણ ટેસ્ટ મેચથી જ ખબર પડે છે કે કઈ ટીમમાં ટેસ્ટમાં પરત ફરવાની ક્ષમતા છે. એવું નથી કે બે દિવસ સારું નથી રમતા અને અચાનકથી તમે સારી ટેસ્ટ ટીમ નથી. હું આ નથી માનતો.
પરાજય બાદ કોહલીએ કહ્યું કે, ટીમમાં સાચી માનસિકતા સાથે રમતા ખેલાડીઓને લાવવા છે. અમે એક વર્ષ સુધી પ્રતીક્ષા ન કરી શકીએ. આપણે તેના પર ચર્ચા કરવાની જરૂર છે. અમારે નવેસરથી યોજના ઘડવી પડશે. તમે જો મર્યાદિત ઓવરની મેચના અમારા ખેલાડીઓને જોશો તો ખ્યાલ આવશે કે અમારી પાસે જે ખેલાડીઓ છે તે આત્મવિશ્વાસથી સભર છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ આવી જરૂરિયાત છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત