Homeગામનાં ચોરેપત્ની પણ વેક્સિન ન લે એટલે પતિ આધાર કાર્ડ લઈ ઝાડ પર...

પત્ની પણ વેક્સિન ન લે એટલે પતિ આધાર કાર્ડ લઈ ઝાડ પર ચડી ગયો

Team Chabuk-National Desk: કોરોનાની વેક્સિનને હવે લોકો હથિયારના સ્વરૂપે સ્વીકારતા થયા છે. મોટી સંખ્યામાં લોકો વેક્સિનનો ડોઝ લેવા માટે જે તે કેન્દ્ર પર પહોંચી જાય છે. જેની પાછળનું કારણ સંભવત બીજી લહેરને માનવું અતિશ્યોક્તિપૂર્ણ નથી લાગી રહ્યું. આ વચ્ચે અફવાઓ અને ભ્રમની સ્થિતિ પણ હજુ બરકરાર છે. લોકો કોરોનાની વેક્સિન લેવાથી બચી રહ્યા હોય તેવા પણ જાતજાતના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં ઉમેરો થયો છે મધ્યપ્રદેશનો.

અહીં એક યુવકે સ્વયં તો વેક્સિનનો ડોઝ ન લીધો પણ પોતાની પત્નીને પણ વેક્સિનનો ડોઝ લેવાથી રોકી રહ્યો હતો. હંગામો મચાવતા યુવક પત્નીનું આધારકાર્ડ લઈ ઝાડ પર ચડી ગયો હતો. આ ઘટના રાજગઢ જિલ્લાના પાટન કલા ગામમાં બની હતી. જ્યાં એક યુવક વેક્સિનથી ખૂદનું રક્ષણ કરવા માટે ઝાડ ઉપર ચડી ગયો. યુવક ઝાડ પરથી ત્યાં સુધી ન ઉતર્યો જ્યાં સુધી ટીકાકરણ કેન્દ્ર પર વેક્સિન પૂર્ણ ન થઈ ગઈ.

ગામના એ વ્યક્તિનું નામ કંવરલાલ અને કંવરલાલને વેક્સિન લગાવવા માટે બોલાવવામાં આવી રહ્યા હતા પણ કંવરલાલ આવી નહોતા રહ્યા. એ પછી લોકોએ તેમના ઘરે પહોંચી વેક્સિન લેવાનો આગ્રહ કર્યો હતો. આમ છતાં તે જવા માટે તૈયાર નહોતો.

સ્થાનિક મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો ગામનો યુવક કંવરલાલ વેક્સિનનો ડોઝ લેવા માટે તૈયાર નહોતો. ગામના લોકોએ અસંખ્ય વખત તેને વેક્સિન લઈ લેવા માટે અપીલ કરી હતી. જોકે તે કોઈની પણ વાત માનવા તૈયાર નહોતો. એ બાદ લોકોએ તેમની પત્નીને વેક્સિન લગાવવા માટે માંડ માંડ તૈયાર કર્યા હતા અને કેન્દ્ર પર લઈ ગયા હતા.

આ માહિતી કંવરલાલના કાને પડી ગઈ. એ પત્નીનું આધારકાર્ડ લઈને વૃક્ષ પર વાંદરાની જેમ ચડી ગયો અને ઉતરવાનું નામ નહોતો લેતો. ગામના લોકોએ તેને નીચે ઉતરી કેન્દ્ર પર આવવાનું કહ્યું પણ તે છેલ્લે સુધી પોતાની વાત પર અડગ રહ્યો હતો.

આ યુવક કંવરલાલ અફવાઓનાં સકંજામાં આવી ગયો છે. એ એવી વાતોમાં આવી ગયો છે કે વેક્સિન લગાવવાથી શરીરમાં તાવ આવે છે, શરીર તૂટે છે અને બાદમાં પરેશાની થાય છે. આ કારણે તે ખૂદ પણ પત્નીને વેક્સિન લગાવવાની ના પાડી રહ્યો હતો. સત્ય વાત એ છે કે બેથી ત્રણ દિવસ મોટાભાગના લોકો આ સમસ્યામાંથી પસાર થાય છે. જેનો અર્થ થયો કે વેક્સિન આપના શરીરમાં કામ કરી રહી છે. કંવરલાલજી વોટ્સએપ ઓછું વાપરો!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments