Team Chabuk-National Desk: સેમી હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ છેલ્લા ત્રણ દિવસથી ઢોર અથડાઈ અને અકસ્માતની ઘટનાઓને કારણે ચર્ચામાં છે. વંદે ભારત ટ્રેન શનિવારે ફરી એકવાર ચર્ચામાં આવી છે. બેરિંગમાં ખામીને કારણે આજે ટ્રેનના પૈડા જામ થઈ ગયા હતા. નવી દિલ્હી-વારાણસી રૂટ પર ચાલતી વંદે ભારત ટ્રેન (ટ્રેન નંબર 22436)માં આ ટેકનિકલ ખામી સામે આવી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર મધ્ય રેલવેના દનકૌર અને વૈર સ્ટેશનો વચ્ચે વંદે ભારત ટ્રેનના C-8 કોચની ટ્રેક્શન મોટરમાં બેરિંગ ખામી સર્જાઈ છે. આ પછી મુસાફરોને શતાબ્દી ટ્રેન દ્વારા ખુર્જા સ્ટેશન પર રવાના કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા ઘણી મોડી ચાલી રહી છે.
ટ્રેનમાં ટેકનિકલ ખામીની જાણકારી મળ્યા બાદ એડીઆરએમ દિલ્હીએ તેમની ટીમ સાથે ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી NCR ટીમની મદદથી બેરિંગ જામને ઠીક કરવામાં આવ્યો હતો. જોકે, ટેકનિકલ ખામીના કારણે ટ્રેનને 20 કિમી પ્રતિ કલાકની મર્યાદિત ઝડપે ખુર્જા સ્ટેશન પર લાવવામાં આવી હતી.
બદલી ટ્રેનને દિલ્હીથી ખુર્જા માટે સવારે 10:45 વાગ્યે રવાના કરવામાં આવી હતી. ટ્રેન ખુર્જા પહોંચ્યા પછી, મુસાફરોને આ ટ્રેન દ્વારા 12:45 વાગ્યે રવાના કરવામાં આવ્યા હતા. ઉપરાંત, આ સમય દરમિયાન અધિકારીઓની સંયુક્ત ટીમ પરિસ્થિતિ પર નજર રાખવા અને મુસાફરોને ખસેડવા માટે સ્થળ પર હાજર હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેકને મેન્ટેનન્સ ડેપોમાં પરત લઈ જવામાં આવ્યા બાદ ટેકનિકલ ખામી અંગે વિગતવાર તપાસ કરવામાં આવશે.
ગુજરાતના મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને ગુરુવારે અકસ્માત નડ્યા બાદ શુક્રવારે પણ અકસ્માત નડ્યો છે. વંદે ભારત ટ્રેનની જ્યારે માઠી બેઠી હોય તેવુ લાગી રહ્યું છે. શુક્રવારે ગાય સાથે ટ્રેનની ટક્કર થઈ હતી. આ પહેલા ભેંસ આડી આવતા ટ્રેનના આગળા ભાગને નુકશાન થયું હતું. પુરપાટ ઝડપે આવી રહેલી વંદે ભારત ટ્રેન આણંદ સ્ટેશન ખાતે ગાય સાથે અથડાઇ હતી. સાવચેતીના ભાગ રૂપે એન્જિન ડ્રાઇવરે સ્પીડ કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાય ખૂબ નજીક હોવાથી ટ્રેન સાથે ટક્કર થઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેનના આગળના ભાગને સામાન્ય નુકસાન થયું છે.
ગુરુવારે 4 ભેંસો વંદે ભારત ટ્રેન સાથે અથડાઇ હતી
પશુઓનો ત્રાસ રોડ અને રન-વે પર જ નહીં પણ હવે રેલવે ટ્રેક પર પણ જોવા મળ્યો. વંદે ભારત ટ્રેન જે હાઈસ્પીડ ટ્રેન છે અને આ ટ્રેન વચ્ચે ભેંસો આવી જતાં અકસ્માત થયો હતો. ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રેક પર વટવા નજીક 4 ભેંસો આવી જતાં અકસ્માત થયો હતો. જેમાં 4 ભેંસોના મોત થયા હતા. ત્યારે હવે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ભેંસોના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. જોકે, હજુ સુધી રેલવે પોલીસ ભેંસોના માલિકની ઓળખ કરી શકી નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત