Homeગામનાં ચોરેલક્ઝરી લાઈફ, રીલનો શોખ, કરોડોનું સામ્રાજ્ય…'ઈન્સ્ટા ક્વીન' મહિલા કોન્સ્ટેબલ અમનદીપ વિશે જાણો

લક્ઝરી લાઈફ, રીલનો શોખ, કરોડોનું સામ્રાજ્ય…’ઈન્સ્ટા ક્વીન’ મહિલા કોન્સ્ટેબલ અમનદીપ વિશે જાણો

Team Chabuk-National Desk: વર્દીનો રુતબો, પંજાબી ગીતો પર ઇન્સ્ટા રીલ્સ અને લક્ઝરી કારનો શોખ… પરંતુ પંજાબની ઇન્સ્ટા ક્વીન વિશે હવે જે બાબતો સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. પંજાબની મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌર સોશિયલ મીડિયા પર ‘ઇન્સ્ટા ક્વીન’ તરીકે ફેમસ હતી, હવે તેના પર ડ્રગ સ્મગલિંગનો આરોપ લાગ્યો છે. ભટિંડા પોલીસે અમનદીપને 17 ગ્રામ હેરોઈન સાથે પકડી છે. અમનદીપ પાસે લક્ઝરી કાર અને કરોડોની પ્રોપર્ટી હોવાની માહિતીએ તપાસ એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે.

ભટિંડાના બાદલ ફ્લાયઓવર પાસે ગુપ્ત માહિતીના આધારે, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને પોલીસની ટીમે કાળા કલરની થારને રોકવાનો સંકેત આપ્યો. કાર રોકાતા જ તેમાંથી એક યુવતી બહાર આવી અને દોડવા લાગી. પોલીસ ટીમ સાથે હાજર મહિલા કોન્સ્ટેબલ અને અન્ય જવાનોએ તરત જ તેની ધરપકડ કરી હતી. જ્યારે વાહનની તલાશી લેવામાં આવી ત્યારે ગીયર પાસેના એક બોક્સમાંથી પોલીથીન મળી આવ્યું હતું, જેમાંથી હેરોઈન મળી આવ્યું હતું, જેનું વજન 17.71 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું.

amandeep

પૂછપરછ દરમિયાન મહિલાની ઓળખ અમનદીપ કૌર તરીકે થઈ હતી, જે ચક્ક ફતેહ સિંહ વાલાની રહેવાસી હતી. જ્યારે તપાસ આગળ વધી, ત્યારે જાણવા મળ્યું કે અમનદીપ પંજાબ પોલીસની સિનિયર કોન્સ્ટેબલ હતી, જે હાલમાં ભટિંડા પોલીસ લાઈન્સ સાથે જોડાયેલ હતી અને મૂળ રૂપે માનસા જિલ્લામાં પોસ્ટેડ હતી.

ભટિંડા ડીએસપી (સિટી-1) હરબંસ સિંહે જણાવ્યું હતું કે અમનદીપ લાંબા સમયથી દાણચોરીમાં સંડોવાયેલ હતી અને ફિરોઝપુરથી હેરોઈન મંગાવતી હતી અને વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતી હતી. ખાસ વાત એ હતી કે અમનદીપે તેની થાર પર પંજાબ પોલીસનું સ્ટીકર ચોંટાડ્યું હતું, જેથી કોઈ નાકા તેને રોકી ન શકે કે તેની તલાશી ન કરી શકે.

પાછળથી તે પ્રકાશમાં આવ્યું કે અમનદીપ કૌર પાસે માત્ર એક થાર, એક ઓડી, બે ઈનોવા, એક બુલેટ અને 2 કરોડ રૂપિયાનું ઘર જ નહીં, પરંતુ લાખોની કિંમતનો પ્લોટ પણ છે. વર્દીમાં રહેતા તેણે આટલી સંપત્તિ કેવી રીતે મેળવી ? હવે આ અંગે પણ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

આઈજી હેડક્વાર્ટર ડૉ. સુખચૈન સિંહ ગિલે આ બાબતને ખૂબ જ ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ભગવંત માન તરફથી કડક સૂચના છે કે ડ્રગની દાણચોરીમાં સામેલ કોઈપણ કર્મચારીને બક્ષવામાં આવશે નહીં. મામલો સામે આવતા જ અમનદીપને કલમ 311 હેઠળ તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવી હતી.

આઈજીએ કહ્યું કે આ કેસની તપાસ એસએસપી ભટિંડાને સોંપવામાં આવી છે, અને અમનદીપ દ્વારા હસ્તગત કરેલી સંપત્તિની પણ તપાસ કરવામાં આવશે. જો એવું સાબિત થશે કે આ મિલકતો ડ્રગ્સના વેપારમાંથી મેળવી છે તો તેને જપ્ત કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments