Homeદે ઘુમા કેઅંડર-19 વિશ્વકપ: આ વખતે પુજારાનો કિર્તીમાન તૂટે છે કે નહીં તેના પર...

અંડર-19 વિશ્વકપ: આ વખતે પુજારાનો કિર્તીમાન તૂટે છે કે નહીં તેના પર સૌની નજર છે

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમ અંડર-19 વિશ્વકપની ફાઈનલમાં સતત ચોથી વખત પહોંચી ગઈ છે. હવે તેનો મુકાબલો છે ઈંગ્લેન્ડની ટીમ સામે, જે છેલ્લા 24 વર્ષના ટ્રોફીના દુકાળને નાથવા માટે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ આ અગાઉ સાત વખત ફાઈનલમાં પહોંચી ચૂકી છે. ચાર ફાઈનલમાં જીત મળી છે તો ત્રણમાં હાર મળી છે. ટીમ ઈન્ડિયા વર્ષ 2000, 2008, 2012 અને 2018માં ચેમ્પિયન બની હતી. જ્યારે વર્ષ 2006, 2016 અને 2020ની ફાઈનલમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આજે વાત 2006ના અંડર-19 વિશ્વકપની કરવાની છે. જે ચેતેશ્વર પુજારાના કારણે યાદ રહી ગયો હતો. ચેતેશ્વરનો એ કિર્તીમાન વિરાટ કોહલીથી લઈ ઉન્મુક્ત ચંદ કે પૃથ્વી શૉ સુધીના ખેલાડીઓ નથી તોડી શક્યા. આ વર્ષે પણ કોઈ ભારતીય ખેલાડી તોડે છે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.

ટેસ્ટ ક્રિકેટમાં ભારતના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ થતો ચેતેશ્વર પુજારા 2006માં અંડર-19 વિશ્વકપનો સભ્ય હતો. તેની સાથે વર્તમાન ભારતીય વનડે અને ટી ટ્વેન્ટીનો કેપ્ટન રોહિત શર્મા પણ હતો. ભારતની ટીમે ઈંગ્લેન્ડને સેમીફાઈનલમાં હરાવ્યું હતું. ફાઈનલમાં તેને પાકિસ્તાનની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

અંડર-19માં પુજારા આરંભિક બેટ્સમેન તરીકે હતો જ્યારે વર્તમાન ભારતીય ટીમનો ઓપનર રોહિત શર્મા મધ્યમક્રમનો બેટ્સમેન હતો. પુજારાએ ટૂર્નામેન્ટમાં સર્વાધિક 349 રન બનાવ્યા હતા. છ ઈનિંગમાં તેની એવરેજ 116 અને સ્ટ્રાઈક રેટ 82ની હતી. તેણે રોહિત શર્મા કરતા પણ વધારે રન બનાવ્યા હતા. રોહિત શર્માએ છ ઈનિંગમાં 41ની એવરેજ અને 77ના સ્ટ્રાઈક રેટની સાથે 206 રન બનાવ્યા હતા. જોકે આગળ જતા પુજારા વનડે અને ટી ટ્વેન્ટીના બેટ્સમેન તરીકે કારકિર્દી બનાવવામાં નિષ્ફળ પૂરવાર થયો હતો, પણ ટેસ્ટમાં તેણે પોતાનો દબદબો કાયમ રાખ્યો.

પુજારાએ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમની વિરૂદ્ધ 146 બોલમાં દસ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી નોટઆઉટ 129 રન બનાવ્યા હતા. પુજારાની એ ઈનિંગ કોઈ ભારતીય પ્લેયર દ્વારા નોકઆઉટ રાઉન્ડમાં રમવામાં આવેલી સર્વશ્રેષ્ઠ ઈનિંગ છે. જે રેકોર્ડ આજે પણ અકબંધ છે. હવે આ વખતે ઈંગ્લેન્ડ અને ભારતની વચ્ચે ફાઈનલ છે ત્યારે સૌની નજર આ કિર્તીમાન પર છે. યશ ધૂલ શાનદાર ફોર્મમાં છે. જો તેણે ફરી સેમીફાઈનલ જેવા પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું તો આ કિર્તીમાન તૂટી શકે છે. યશ ધૂલ સિવાય હરનૂર સિંહ, અંગક્રિશ રઘુવંશી અને શેખ રશીદ પણ રેકોર્ડ તોડવા માટે ક્રમમાં છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments