Team Chabuk-National Desk: સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ગત્ત વર્ષ કરતાં ભયાનક સ્થિતિ પ્રવર્તી રહી છે અને કોરોનાના કેસ આવવાની અને વાઈરસના ફેલાવાની ગતિ પહેલા કરતા વધારે છે. જેમાં મહારાષ્ટ્ર રાજ્ય અગ્ર હરોળમાં છે. મહારાષ્ટ્રમાં દિવસ આથમવાની સાથે જ નવા કેસનો ઢગલો થઈ જાય છે. ગુરૂવારે અહીં કોરોનાના 43,183 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમિતોની કુલ સંખ્યા 28 લાખ 56 હજાર 163 સુધી આંબી ચૂકી છે. માત્ર મુંબઈમાં 2 એપ્રિલના રોજ 8832 કેસ સામે આવ્યા છે. જેમાં 20 લોકોના મોત થયા છે.
કોરોનાના વધતા કેસને લઈને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધિત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, જો આ રીતે જ કોરોનાના કેસ વધતા રહેશે તો રાજ્યમાં સંસાધનની અછત પ્રવર્તશે. અને જો આવી જ સ્થિતિ રહી તો લોકડાઉનને અવગણી શકાય નહીં.
તેમણે લોકડાઉનની વાતને લઈ ટકોર કરતાં કહ્યું હતું કે, મહામારી આપણી પરીક્ષા લઈ રહી છે. સ્થિતિ જો આવી જ રહી તો આગામી 15-20 દિવસ બાદની સ્થિતિને આપણે સંભાળી નહીં શકીશું. રાજ્યમાં 48 ટકા આઈસીયૂ બેડ છે, 62 ટકા આઈસોલેશન વોર્ડ ભરેલા છે. કોરોના વાઈરસના કેસ જો આમ જ વધતા રહ્યા તો લોકડાઉન લગાવવાની વાતને અવગણી ન શકાય.
તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં રોજે રોજ 75 હજાર ટેસ્ટિંગ કરવામાં આવે છે. જેને વધારીને એક લાખ કરવામાં આવ્યા છે. અને હવે તેને વધારીને 2.5 લાખ કરવામાં આવશે. રોજ ત્રણ લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 65 લાખ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે.
આ સિવાય મુખ્યમંત્રીએ લોકોને માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજીયાત પાલન કરવાનું કહ્યું છે. તેમણે આ મુદ્દે કહ્યું કે, મહારાષ્ટ્રની સરકાર કોરોના વાઈરસ મહામારીની સામે લડી રહી છે. લોકોએ લાપરવાહી ન કરવી જોઈએ. કારણ કે ભય હજુ ટળ્યો નથી. લગ્ન પ્રસંગોમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. લોકોએ આનાથી બચવું જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત