Team Chabuk-National Desk: દેશની મુખ્ય ધરોહર તરીકે ઓળખાતી આર્મીની ઓળખ આપી 53 જેટલી મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી અન્ય ચાર મહિલાઓ સાથે લગ્ન કરનારા કપટબાજ આર્મી ઓફિસરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આર્મી ઓફિસરે કેટલીક કન્યાઓને ભ્રમમાં રાખી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
ઘટના છે મહારાષ્ટ્રના બિબવેવાડીની જ્યાં પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જે આર્મી ઓફિસર તરીકેની ઓળખ આપી પોતાનો રૂતબો બતાવતો હતો. ધાક જમાવતો હતો. તેણે 53 મહિલાઓને લલચાવી ફોસલાવી બાટલીમાં ઉતારી દીધી હતી અને ચાર મહિલાઓ સાથે તો લગ્ન સંબંધ પણ બાંધ્યા હતા.
પોલીસે આ સમગ્ર ઘટનામાં જણાવ્યું કે, ઓરંગાબાદના કન્નડ તાલુકાના રહેવાસી એવા 26 વર્ષીય યોગેશ દત્તુ ગાયકવાડે સૈન્યમાં નોકરી અપાવાનો વાયદો આપી વીસથી વધારે યુવકોની સાથે કૌભાંડ આચર્યું છે. પોલીસે જણાવ્યું કે ગાયકવાડની સાથે હમદનગરનો રહેવાસી સંજય શિંદે પણ આ સમગ્ર ઠગક્રિયામાં સામેલ છે. જે લોકોને યોગેશની સામે જ ખૂદને યોગેશનો બોડીગાર્ડ બતાવતો હતો અને બાટલીમાં ઉતારી દેતો હતો. પોલીસે જણાવ્યું કે, આ બંને ઠગબાજોની પાસે સૈન્યના 12 જેટલા ડ્રેસ પણ છે. આ સિવાયની આપત્તિજનક વસ્તુઓની પણ પોલીસે આ બંને પાસેથી કબ્જે કરી છે.
પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા મારફતે આ ઠગબાજનું 53 મહિલાઓની સાથે અફેર ચાલી રહ્યું હતું. એ મહિલાઓ દ્વારા તેમના સંબંધીઓને ત્યાં પહોંચી જતો હતો બાદમાં મોટી મોટી ગુલબાંગો હાંકી તેમને આર્મીમાં નોકરી અપાવવાનું ખોટું વચન આપતો હતો. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તેણે અત્યાર સુધીમાં ચાર લગ્ન કર્યા છે. તેની બે પત્નીઓ પુણેમાં છે. એક અમરાવાતીમાં છે અને એક ઔરંગાબાદમાં છે.
સીનિયર ઈન્સ્પેક્ટર સુનીલ જાવરેએ આ સમગ્ર કૌભાંડ બાબતે જણાવ્યું કે અમારી આરંભિક તપાસમાં એ સામે આવ્યું કે આ ઠગીને કુલ 53 મહિલાઓ સાથે અફેર છે. જેમાંથી બે લગ્ન આલંદીની ધર્મશાળામાં કર્યા છે જ્યારે અન્ય બે મંદિરમાં કર્યા છે. એ સોશિયલ મીડિયા મારફતે જ મહિલાઓને જાળ પાથરી ફસાવતો હતો. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત