Homeગામનાં ચોરેફેસબુકના જન્મદિવસે જ માર્કની આવકમાં ધરખમ ગાબડું પડી ગયું, 2 કલાકમાં જ...

ફેસબુકના જન્મદિવસે જ માર્કની આવકમાં ધરખમ ગાબડું પડી ગયું, 2 કલાકમાં જ 31 બિલિયન ડોલરનો ઘટાડો

Team Chabuk-International Desk: મેટા પ્લેટફોર્મ ઈન્કની ચોથી ત્રિમાસિકનું પરિણામ વિશ્લેષકોની આશા પર ખરું નથી ઉતર્યું. શેર ગબડી પડવાના કારણે મેટાવર્સ કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. તેમની સંપત્તિ બે કલાકમાં 31 બિલિયન ડોલર ઓછી થઈ ગઈ છે. ગુરૂવારના રોજ મેટાના શેર 24 ટકા તૂટી ગયા હતા.

ઝુકરબર્ગની સંપત્તિમાં કડાકો બોલી ગયો

ફેસબુકની પેરન્ટ કંપની મેટાના શેરમાં આવેલી પડતી બાદ કંપનીના માર્કેટ કેપમાં 200 અરબ ડોલરથી વધારેનો ઘટાડો નોંધાયો છે. આ સંબંધ અંતર્ગત પ્રકાશિત કરવામાં આવેલી એક રિપોર્ટ પ્રમાણે આ કોઈ પણ અમેરિકન કંપની માટે એક દિવસમાં નોંધાયેલો સૌથી મોટો ઘટાડો છે. આ કારણે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગની સંપત્તિ 24 કલાકમાં 31 બિલિયન ડોલર ઓછી થઈ ગઈ છે. હવે ઝુકરબર્ગની કુલ સંપત્તિ 92 બિલિયન ડોલર છે.

એડ રેવન્યૂ ઘટી

ડિસેમ્બર 2021ની ત્રિમાસિકમાં મેટાનો નફો આઠ ટકા ઘટીને 10.28 અરબ ડોલર થઈ ગયો હતો. જે આજથી એક વર્ષ પહેલા 11.21 અરબ ડોલર હતો. ફેસબુકના સીએફઓ ડેવિડ વેહનરે કહ્યું કે આ વર્ષે એડ રેવન્યૂમાં 10 અરબ ડોલરની પડતી જોવા મળી છે. જેવી રીતે અમે જાણીએ છીએ કે ફેસબુકની કમાણીમાં એડ રેવન્યૂનું સર્વાધિક યોગદાન હોય છે. આ કમાણી માટે તેને યુઝર્સનું વર્તન ટ્રેક કરવું આવશ્યક હોય છે.

બીજું સૌથી મોટું નુકસાન

31 અરબ ડોલરની એક દિવસની સંપત્તિનું નુકસાન, શેર કિંમતમાં ઘટાડાને કારણે થયેલું અત્યાર સુધીનું બીજું સૌથી મોટું નુકસાન છે. આ પૂર્વે ટેસ્લા ઈન્કના શેરમાં જોરદાર ગાબડું પડ્યું હતું. નવેમ્બર 2021માં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કને એક જ દિવસમાં 35 બિલિયન ડોલરનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. એક અહેવાલ અનુસાર મસ્કના કુબેર ખજાનામાં પણ પડેલું ગાબડું દિન પ્રતિદિન મોટું થઈ રહ્યું છે અને ગત અઠવાડિયે તેમની કુલ સંપત્તિ પણ 25.8 અરબ ડોલર થઈ ગઈ છે. એટલે કે અમેરિકાના બે અમીર વ્યક્તિઓ હાલ આર્થિક સમસ્યાથી પરેશાન છે.

અંબાણી-અદાણી આપી રહ્યા છે ટક્કર

ઉલ્લેખનીય છે કે ગુરૂવારના રોજ થયેલા નુકસાનને કારણે સંપત્તિમાં માર્ક ઝુકરબર્ગ હવે ભારતના સર્વાધિક અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને બીજા નંબરના શ્રીમંત ગૌતમ અદાણીની કુલ સંપત્તિથી થોડા જ આગળ છે. ઝુકરબર્ગનું આ નુકસાન અહર્નિશ ચાલતું જ રહ્યું તો પછી અદાણી અને અંબાણી તેમનાથી આગળ નીકળી જશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 89.2 બિલિયન ડોલર છે. જ્યારે અદાણી સમૂહની સંપત્તિ 87.4 બિલિયન ડોલર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments