Homeગામનાં ચોરેકોરોનાથી પાંચ લાખ મોત થયા હોય તેવો ભારત વિશ્વનો ત્રીજો દેશ, આમ...

કોરોનાથી પાંચ લાખ મોત થયા હોય તેવો ભારત વિશ્વનો ત્રીજો દેશ, આમ જ રહ્યું તો આ નંબર વન દેશનો રેકોર્ડ પણ તૂટશે

Team Chabuk-National Desk: દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સંક્રમણનો દર ઘટીને 9.27 ટકા સુધી પહોંચી ગયો છે. જોકે દેશમાં કોરોનાના કારણે થનારી મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. શુક્રવારના રોજ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગત 24 કલાકમાં 1072 લોકોનાં મોત થયા છે. સરવાળો કરતા હાલ દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા લોકોની કુલ સંખ્યા 5,00,055 સુધી પહોંચી ગઈ છે. આ સાથે જ ભારત વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે, જ્યાં કોરોનાથી પાંચ લાખ મોત થયા હોય.

સંક્રમણ દર ઘટ્યો

દેશમાં આજે કોરોનાના 1.49 લાખ નવા દર્દીઓ સામે આવ્યા હતા. આ સંખ્યા ગઈકાલની તુલનાએ 13 ટકા ઓછી છે. છેલ્લા 24 કલાકમાં 2,46,674 લોકો સ્વસ્થ થયા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં સંક્રમણ દર હવે ઘટીને 9.27% સુધી પહોંચી ગયું છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)ના જણાવ્યા અનુસાર, ભારતમાં ગઈકાલે કોરોના વાઈરસના 16,11,666 નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. કાલ સુધી દેશમાં કુલ 73,58,04,280 નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવી ચૂક્યું છે.

સર્વાધિક મોત અમેરિકામાં

ભારતમાં ગત એક અઠવાડિયાથી મોતની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ભારત વિશ્વનો ત્રીજો એવો દેશ બની ચૂક્યો છે જ્યાં અધિકારીક રીતે કોરોનાથી પાંચ લાખ મોત થઈ હોય. વિશ્વમાં સર્વાધિક મોત અમેરિકામાં 9.1 લાખ થઈ છે. બીજા નંબર પર બ્રાઝીલ છે. જ્યાં 6.3 લાખ મોત થઈ છે. જે પછી ત્રીજું સ્થાન ભારતનું છે. ભારતમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં પાંચ લાખ લોકો મોતને ભેટી ચૂક્યા છે. ચોથા સ્થાન પર રશિયા છે. જ્યાં આશરે 3.3 લાખ મોત નોંધાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યાંથી કોરોના ફેલાયો તે ચીન મોતના આંકડા મામલે ટોપ-5માં ક્યાંય નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments