Team Chabuk Sports Desk: ઓસ્ટ્રેલિયન ટીમ પહેલાંથી જ સ્લેજિંગના કારણે બદનામ છે. ટીમના પૂર્વ ખેલાડીઓ જેવી રીતે સ્લેજિંગ કરતાં તેવું જ સ્લેજિંગ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે સિડનીના ગ્રાઉન્ડ પર જોવા મળી. ઓસ્ટ્રેલિયન ટીમનો એક ખેલાડી સતત ભારતીય બેટ્સમેનનું ધ્યાન ભટકાવવામાં લાગી ગયો હતો. જો કે, આ સ્લેજિંગ કરનારા ખેલાડીને કંઈ ખાસ ફાયદો થયો ન હતો. ભારતીય બેટ્સમેને તેને ઈંગ્નોર કર્યો હતો.
મેચ દરમિયાન સ્લેજિંગ કરનારા આ ઓસ્ટ્રેલિયન ખેલાડીનું નામ છે. માર્નસ લાબુશેન. મેચ દરમિયાન લાબુશેને રોહિત શર્મા અને શુભમન ગીલનું ધ્યાન ભટકાવવા મજેદાર સવાલો પૂછ્યા જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ઈનિંગની ત્રીજી ઓવરથી જ લાબુશેને સ્લેજિંગ ચાલુ કરી દીધી હતી. મિશેલ સ્ટાર્ક બોલિંગ કરી રહ્યો હતો. સ્ટાર્કે ઓવરનો ચોથો બોલ ફેક્યો જેને ગીલે ડિફેન્ડ કર્યો. આ દરમિયાન શોર્ટ લેગમાં ઉભેલા માર્નસ લાબુશેન ગીલને પૂછ્યું કે, તારો ફેવરિટ ખેલાડી કોણ છે ?
ગીલે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, હું મેચ બાદ આ સવાલનો જવાબ આપીશ.
ગીલના આ જવાબથી લાબુશેન સંતુષ્ટ ન થયો અને વાત આગળ વધારી વધુ એક સવાલ પૂછ્યો.
“શું તે ખેલાડી સચિન તેંડુલકર છે કે પછી વિરાટ કોહલી લાગે છે”
ગીલે લાબુશેનના આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.
લાબુશેને રોહિત શર્મા સાથે વાતચીત કરી તેનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી. તેણે રોહિત શર્માને રમુજી સવાલ પૂછ્યો. તેણે પૂછ્યું કે, તે ક્વોરેન્ટાઈનમાં શું કર્યું ? જો કે, ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓની રણનીતિથી અનુભવી રોહિત શર્માએ પ્રત્યુત્તર આપવાનું ટાળ્યું હતું. લાબુશેનની આ તમામ વાતો સ્ટંપના માઈક્રોફોનમાં રેકોર્ડ થઈ ગઈ હતી.
.@marnus3cricket was enjoying being back under the helmet for the Aussies! #AUSvIND pic.twitter.com/GaCWPkTthl
— cricket.com.au (@cricketcomau) January 8, 2021
Marnus just wants to know who Gill’s favourite player is! 😂 #AUSvIND pic.twitter.com/VvW7MixbQR
— cricket.com.au (@cricketcomau) January 8, 2021
મેચની સ્થિતિ શું છે ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટના બીજા દિવસે બંને ટીમનું પલડું બરાબર રહ્યું. રોહિત શર્મા અને ગીલે ટીમ માટે 70 રન જોડી ભારતની સારી શરૂઆત કરાવી. ભારતે દિવસના અંતે કુલ 96 રન બનાવ્યા છે અને બે વિકેટ ગુમાવી છે. ઓસ્ટ્રેલિયા પાસે હજુ 242 રનની લીડ છે. સ્ટંમ્સ દરમિયાન પૂજારા 9 અને રહાણે 5 રને રમી રહ્યો હતો.
ત્રણ મહિના બાદ રોહિત શર્માની ટીમમાં એન્ટ્રી થઈ છે. જો કે, ત્રણ મહિના પછી મેદાને ઉતરેલો રોહિત નિષ્ફળ નિવડ્યો. રોહિત શર્મા લાંબી ઈનિંગ રમી ન શક્યો તેને 26 રનથી સંતોષ માનવો પડ્યો હતો. રોહિતે કુલ 77 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. બીજી તરફ યુવા ખેલાડી શુભમન ગીલે ફિફ્ટી ફટકારી હતી. 50 રનના આંકડા પર તે કમિનશના બોલ પર આઉટ થયો હતો.
પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ કુલ 338 રન બનાવ્યા છે. જેમાં સૌથી વધુ 131 રન સ્ટીવ સ્મીથના છે. સ્ટીવ સ્મીથને રવિન્દ્ર જાડેજાએ રન આઉટ કર્યો હતો. તો જાડેજાએ 4 વિકેટ પણ ઝડપી હતી જેના કારણે સોશિયલ મીડિયા પર જાડેજા પણ છવાયો છે. ઓસ્ટ્રેલિય તરથી લાબુશેને 91 અને વિલ પોકોવસ્કીએ 62 રન બનાવ્યા હતા. લાબુશેનને પણ જાડેજાએ જ પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
પીચ બેટ્સમેન માટે અનુકૂળ દેખાઈ રહી છે એવામાં ત્રીજો દિવસ બંને ટીમ માટે મહત્વનો રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત