Homeગામનાં ચોરેશું WhatsAppના ફાઊન્ડરના જેમાં રૂપિયા લાગ્યા છે એ જ એપ્લિકેશન હવે WhatsAppનું...

શું WhatsAppના ફાઊન્ડરના જેમાં રૂપિયા લાગ્યા છે એ જ એપ્લિકેશન હવે WhatsAppનું બેસણું કરશે ?

Team Chabuk Tech Desk : થોડા દિવસોથી WhatsApp ચર્ચામાં છે. ચર્ચાનું કારણ પોલિસીમાં બદલાવ લાવવાનું છે. WhatsAppનો પ્રથમ વખત ઉપયોગ કરનારાઓએ પણ કોઈ દિવસ નહીં વિચાર્યું હોય કે WhatsApp એક જાહેરખબરની જેમ થઈ જશે અને તેમાં પણ પ્રાઈવસીની સમસ્યા સર્જાશે.

ધીમે ધીમે થતી થતા સમસ્યાનો વંટોળ ત્યારે મોટો થયો જ્યારે ફેસબુકે WhatsAppને ખરીદી લીધી. WhatsAppના બંને સ્થાપકોએ ફેસબુક સાથે વિવાદ થતા પૈસા લઈ પોતપોતાના રસ્તે ચાલતી પકડી. હવે WhatsApp અને ફેસબુક આ બંને ઝુકરબર્ગની માલિકીની કંપની છે. ફેસબુક તો પહેલા જ તેની પ્રાવઈસી પોલિસીના કારણે દંડ ભોગવી ચૂક્યું છે. હવે આ કારણે જ વોટ્સએપના પણ આવા હાલ થાય તો નવાઈ નહીં.

થોડા સમય પહેલા જ WhatsAppના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટને કહ્યું હતું કે, WhatsApp પોતાની ઓળખ ગુમાવી ચૂક્યું છે. જે કારણ માટે તેને બનાવવામાં આવ્યું હતું એ ઉદ્દેશ્ય હવે કોઈ જગ્યાએ દેખાતો નથી.

હાલમાં જ અમેરિકાના બિઝનેસમેન એલોન મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એલન મસ્ક ઈલેક્ટ્રીક કાર મેકર ટેસ્લા અને સ્પેસ કંપની સ્પેસ એક્સના સ્થાપક છે. વિશ્વમાં સૌથી વધારે કમાણી મામલે તેમણે એમેઝોન કંપનીના સીઈઓ જેફ બેજોસને પાછળ છોડી દીધા છે.

એલન મસ્કે એક ટ્વીટ કર્યું અને ટ્વીટમાં લખ્યું છે કે, યુઝ સિગ્નલ. તેમણે લોકોને એક રીતે અપીલ કરી છે કે Signal નો ઉપયોગ કરો. Signal એક મેસેન્જર એપ્લિકેશન છે. જેને દુનિયાની સૌથી સિક્યોર એપ્લિકેશન માનવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે સિગ્નલમાં WhatsAppના ફાઉન્ડરના જ રૂપિયા લાગેલા છે. જેઓ પ્રાઈવસી તરફ ઢળેલા છે.

એલન મસ્કે સિગ્નલ પર ટ્વીટ કરતા લોકો ઝડપથી એકાઊન્ટ બનાવવા લાગ્યા છે. સિગ્નલ તરફથી પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે લોકો ઝડપથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. જેથી એકાઊન્ટ એક્ટિવેશનમાં સમસ્યા આવી રહી છે. જેને કંપની તુરંત જ ઠીક કરી દેશે.

સિગ્નલ WhatsAppથી અલગ કઈ રીતે ? હવે તેને એક ઉદાહરણથી સમજીએ. સિગ્નલ એપ્લિકેશનમાં એક ફિચર છે. જેને અનેબલ કર્યા પછી તમે જેની સાથે વાત કરી રહ્યા છો એ પણ સ્ક્રિનશોટ નહીં લઈ શકે. એટલું જ નહીં આ એપ્લિકેશન એ પણ સુનિશ્ચિત કરે છે કે કોઈ બીજી એપ્લિકેશન પણ તમારો સ્ક્રિનશોટ ન લઈ શકે.

WhatsApp તમારી આઈડેન્ટીટી, યુઝરનો ડેટા, પરચેજ ડેટા, લોકેશન, કોન્ટેક્ટ, યૂઝર કોન્ટેક્ટ, યૂઝર આઈડી, ડિવાઈસ આઈડીથી લગભગ દરેક પ્રકારનો પર્સનલ ડેટાનો સંગ્રહ કરે છે. પણ સિગ્નલ તેમાંથી કોઈ પણનો ડેટા એકઠો નથી કરતો.

એપલ એપ સ્ટોર પર હાલમાં જ એપ્લિકેશન પ્રાઈવસીમાં Data Linked To you ફિચર આવ્યું છે. અહીં સાફ સાફ તમને એ લખેલું મળશે કે આ એપ્લિકેશ ફક્ત આપના ફોન નંબરનું એક્સેસ લે છે, કારણ કે ફોન નંબરથી જ તમે તેના પર એકાઉન્ટ બનાવી શકો છો.

જો સિક્યોરિટી ફિચરની જ વાત કરવામાં આવે તો Signal એપ્લિકેશનમાં વધારે સિક્યોરિટી રહેલી છે. સિગ્નલ એપ્લિકેશનમાં ખૂબ સમય પહેલા જ Disappearing

ફિચર આવેલું. જે વોટ્સએપમાં હમણાં હમણાં આવ્યું. છતાં સિગ્નલનું આ ફિચર વધારે સિક્યોર, પ્રાઈવેટ અને સુરક્ષિત છે. અર્થાત્ એલન મસ્કનું એક ટ્વીટ વોટ્સએપની દહા બેહાડી દેવા તૈયાર થયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments